બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હોસ્પિટલમાં દાખલ

  • April 06, 2020 11:12 AM 306 views

કોરોના વાયરસથી પીડિત બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. રવિવાર મોડી રાત્રે બ્રિટિશ પીએમના કાર્યાલયે આ અંગેની માહિતી આપતા કહ્યું કે જોનસનમાં હજુ પણ કોરોનાના લક્ષણ દેખાઇ રહ્યા છે અને તેમને ટેસ્ટ માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.


૧૦ દિવસ પહેલાં જ બોરિસ જોનસનના કોરોનાથી પીડિત હોવાની પુષ્ટ્રિ થઇ હતી. બ્રિટિશ પીએમઓએ કહ્યું કે તેમને એક હોસ્પિટલે ડોકટર્સની સલાહ પર દાખલ કર્યા છે. જો કે ઇમરજન્સીની કોઇ સ્થિતિ નથી અને જોનસનની જ સરકાર મુખ્યત્વે કામ કરતી રહેશે. પીએમઓએ તેને સાવચેતીભયુ પગલું ગણાવ્યું છે.


૨૬મી માર્ચના રોજ કોરોનાની પુષ્ટ્રિ થયા બાદ બ્રિટિશ પીએમને ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિતિ તેમના સત્તાવાર આવાસ પર કવારેન્ટાઇન કર્યા હતા. આઇસોલેશન દરમ્યાન પણ બ્રિટિશ પીએમે પોતાના જરી કામકાજ ચાલુ રાખ્યા છે અને કેટલાંય વીડિયો સંદેશ પણ રજૂ કર્યા છે. શુક્રવારના રોજ એક વીડિયો મેસેજમાં ૫૫ વર્ષના જોનસને પ્રજાને કહ્યું હતું કે તેઓ પહેલાં કરતાં સાં મહેસૂસ કરી રહ્યા છે.


બ્રિટન કોરોના વાયરસના ગંભીર સંકટથી ઝઝૂમી રહ્યું છે અને પ્રિન્સ ચાલ્ર્સ, પીએમ જોનસન સહિત હજારો લોકો આ વાયરસની ઝપટમા આવી ગયા છે. સેંકડો લોકોના આ વાયરસના લીધે મોત પણ થઇ ચૂકયા છે. જો જોનસનની સ્થિતિ બગડે છે તો વિદેશ મંત્રી ડોમનિક રાબ પીએમનો પ્રભાર સંભાળી લેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application