બ્રિટનમાં ત્રીજી લહેરની દસ્તક, હવે અફઘાનિસ્તાન બન્યું કોરોનાનું એપી સેન્ટર, સ્થિતિ ભયજનક

  • June 19, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે દર 11 દિવસે કેસ બમણાં : અફઘાનિસ્તાનમાં કેસમાં 2400 ટકાનો વધારોબ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં નવા 11,007 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા 4 મહિનામાં એક જ દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુમાં વધુ કેસ છે. આ પહેલાં 18 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં નવા 11,994 કેસ નોંધાયા હતા. દેશમાં એક મહિનાથી અનલોક જાહેર કરાયા પછી સ્થિતિ વણસી છે. એક અઠવાડિયામાં દેશમાં 33,630 નવા કેસ નોંધાયા છે. ગુરુવારે દેશમાં 19 દર્દીઓનાં મોત થયાં હતાં. જો કે કેસમાં વધારો થતા સરકાર દ્વારા અનલોકની પ્રોસેસ 4 અઠવાડિયા લંબાવવામાં આવી છે.

 


બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટનો કહેર વધ્યો છે. દર 11 દિવસે નવા કેસ બમણા થઈ રહ્યા છે. એક મહિનામાં જે નવા કેસ આવ્યા છે તેમાંથી 90 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટનાં છે. 20મે થી 7 જૂન સુધીમાં 1 લાખ ઘરમાંથી સ્વાબ ટેસ્ટ કરાયા હતા. લંડનની ઈમ્પિરિયલ કોલેજ દ્વારા આ અભ્યાસ કરાયો હતો જેમાં 15 ટકા લોકોમાં આ ઘાતક વાઈરસ જોવા મળ્યા છે. કોર્નવોલમાં -7 સંમેલન પછી કેસમાં 10 ટકાની વૃદ્ધિ થઈ છે.

 


અફઘાનિસ્તાન હવે કોરોનાનું એપિ સેન્ટર બની ગયું છે. છેલ્લા એક મહિનામાં ત્યાં કેસમાં 2400 ટકાનો વધારો થયો છે. કાબુલ સહિત અનેક શહેરોમાં હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. વર્ષોથી ચાલી રહેલા આંતરિક યુદ્ધને કારણે ત્યાં આરોગ્યલક્ષી સુવિધા અને માળખાની અછત છે. લોકોને વેક્સિન પણ મળતી નથી. કેસમાં જબરો વધારો થતાં અમેરિકાની એમ્બેસીની કામગીરી સંપૂર્ણ બંધ કરવામાં આવી છે.

 


બ્રાઝિલમાં કોરોનાના 19 વેરિઅન્ટ હાલ સક્રિય છે. આને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. -1 (એમેઝોન) સ્ટ્રેનના 89 ટકા કેસ મળી આવ્યા છે. યુકેમાં મળી આવેલા આલ્ફા વેરિઅન્ટના 4.2 ટકા કેસ મળી આવ્યા છે.

 


ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકામાં નવો લેમ્બડા નામનો વેરિઅન્ટ મળી આવ્યો છે જેને હાલ વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ ગણાવાયો છે પણ આવનારા દિવસમાં તે ચિંતાજનક બની શકે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તે મળી આવ્યો હતો. પેરુમાં તેનાં 81 ટકા કેસ મળી આવ્યા હતા.

 


શુક્રવારે કોરોનાથી આખી દુનિયામાં નોંધાયેલો મૃત્યુઆંક 40 લાખના આંકડાને વટાવી ગયો હોવાનું રોઈટર્સે જણાવ્યું છે. અનેક દેશો હજી તેના નાગરિકોને કોરોનાની વેક્સિન આપી શકી નથી. આથી મૃત્યુઆંક વધી રહ્યો છે. અમેરિકા તેમજ બ્રિટનમાં નવા કેસ અને મૃત્યુ આંક ઘટી રહ્યા છે પણ કોરોનાની વેક્સિનની તીવ્ર અછત સર્જાઈ છે. બીજી તરફ દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાથી 16.27 કરોડ લોકો સાજા થયા છે. સારી સારવારને કારણે 16,27,83,016 લોકોને હોસ્પિટલમાંથી રજા આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS