બ્રિટનના આરોગ્ય પ્રધાનને કોરોના, ઘરના રુમમાં લોક થઈ કરાવે છે ઈલાજ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનમાંથી શરુ થયેલો જીવલેણ કોરોનાવાયરસ વિશ્વભરમાં ફેલાયેલો છે. તેવામાં બ્રિટનના સ્વાસ્થ્ય પ્રધાન નદીન ડોરિસને પણ કોરોના વાયરસ હોવાનું જાણવા મળ્યું છે, જો કે તેઓ ઘરમાં એક રુમમાં આઈસોલેટ થઈ રહે છે. 

 

નદીન ડોરિસ બ્રિટનમાં પ્રથમ સાંસદ છે જેને કોરોનાનો ચેપ લાગ્યો છે.  એક નિવેદનમાં તેમણે કહ્યું કે, રિપોર્ટ પોઝિટિવ આવ્યા તે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છે અને પરીવારથી અગલ એક ઓરડામાં રહે છે. યુકેમાં કોરોનાના 26,000 લોકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 373 કેસોમાં ચેપની પુષ્ટિ થઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS