BREAKING NEWS

દ્વારકા : ભીમરાણાના તેજસ્વી વિદ્યાર્થી કુનાલની ભવ્ય સફળતા

  • April 20, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા : ભીમરાણાના તેજસ્વી વિદ્યાર્થી કુનાલની ભવ્ય સફળતા


સ્થાનિક સેન્ટ મેરી હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થી કુનાલ રાકેશભાઈ રોશિયાએ શિક્ષણ જગતમાં શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ઇન્ડિયન ટેલેન્ટ ઓલિમ્પિયાડ દ્વારા આયોજિત જનરલ નોલેજ ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં કુનાલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.


પોતાની મહેનત અને બુદ્ધિ પ્રતિભાથી વર્ગમાં ટોપરનું સ્થાન મેળવ્યું.આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કુનાલને તેની શ્રેષ્ઠતા બદલ ખાસ મેડલ અને મેરિટ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યો છે.


કુનાલની આ મહેનત અને સફળતાને જોઈને શાળાના શિક્ષકો અને પરિવારમાં ખુશીનો માહોલ છે. ભવિષ્યમાં તે હજુ પણ વધુ ઉંચાઈઓ સર કરે તેવી અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News