માંડવીના નાગ્રેચાના ખેતરમાંથી ૩૬૦ બોટલ વિદેશી શરાબ મળ્યો

  • November 21, 2020 09:14 AM 882 views

માંડવી તાલુકાના નાગ્રેચા ગામે ખેતરમાં એક ઓરડીમાંથી પોલીસે ૩૬૦ બોટલ વિદેશી શરાબનો જથ્થો પકડી પાડી એક સામે ગુનો નોંધ્યો હતો. નાગ્રેચા ગામે ખાણોની પાછળ સંપતસિંહ ઉર્ફે પીન્ટુ રઘુવીરસિંહ જાડેજાના ખેતરમાં વિદેશી શરાબ છુપાવાયો હોવાની બાતમી મળતા ગઢશીશા પોલીસે દરોડો પાડયો હતો, પોલીસને ખેતરની ઓરડીમાંથી પ્લાસ્ટીકની ૩૬૦ બોટલ શરાબ કિમંત ૧,૨૬,૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. તો બીજી તરફ નાની ખાખર ગામે યુવરાજસિંહ ઉર્ફે ભાણુભા બહાદુરસિંહ ઝાલાના ઘરની સામે વરંડામાં દરોડો પાડી ૭ બોટલ શરાબ કિમંત ૨૪૫૦નો જથ્થો જ કર્યેા હત. બંને બનાવમાં આરોપી હાજર ન મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application