BREAKING NEWS

જામનગર: મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી 

  • June 12, 2026 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી 

વાડી માલિકને ફરારી જાહેર કરી શોધખોળ કરતી પોલીસ

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પોલીસે દરોડો પાડી એક વાડીમાંથી વિદેશી દા‚ની બોટલો કબ્જે કરી હતી, આ દરોડા વખતે  વાડી માલિક ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.

જામજોધપુર તાલુકાના મોટી ગોપમાં વાડી ધરાવતા ભાવેશ અરજણભાઈ શીર ની વાડીમાં ગઈકાલે જામજોધપુર પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે દરોડા દરમિયાન મેજિક મોમેન્ટ્સ બ્રાન્ડની ૭૫૦ મિલીલીટરની કુલ ૯ શીલબંધ બોટલો મળી આવી હતી, જેની કિંમત ૬,૫૩૪ હોવાનું જણાવાયું છે.
​​​​​​​
 સ્થળ પરથી આરોપી મળી આવ્યો ન હતો. આથી પોલીસે વાડી માલિક ભાવેશ શિર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application