લોકઅપનો વીડિયો ઉતારનાર બન્ને શખસ ખુદ ‘લોકઅપ’માં પુરાયા:કાયદાનું ભાન કરાવાયું

  • March 11, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારામારીના ગુનામાં પકડાયેલા મિત્રને મળવા ભક્તિનગર પોલીસ સ્ટેશન ગયા હતા:પી.એસ.ઓને વાતોમાં વ્યસ્ત રાખી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો


કેમેરામેન પર હુમલો કરવાના ગુનામાં પકડાયેલા બે આરોપીઓ લોકઅપમાં હતા તે દરમિયાન તેને મળવા આવેલા તેના બે મિત્રોએ તેનો ચાર સેક્ધડનો વિડીઓ ઉતારી લીધો હતો.બાદમાં આ વિડીઓ સોશિયલ મીડિયામાં મુકતા ભારે વિવાદ થયો હતો.પોલીસે તાકીદે પગલાં લઈ વિડીઓ ઉતારનાર બંને શખસોને ઝડપી લીધા છે.જ્યારે આ પ્રકરણમાં હજુ બે આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે.

 


આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ. વિનદભાઇ મોહનભાઇ બેરડીયાની ફરિયાદ પરથી જયેશ ડાંગર, તુષાર ઉર્ફ અદા દવે અને તેનો વિડીયો ઉતારાનારા તેના મિત્રો દિપ જયંતિભાઇ કનેરીયા (ઉ.23-રહે. ભારતીનગર-4, નંદા હોલ પાસે) તથા ભરત દિલીપભાઇ ડવ (ઉ.22-રહે. રામપાર્ક-3, કોઠારીયા ચોકડી) સામે આઇટી એકટની કલમ 72 (એ), 84 (બી), (સી) તથા 120 અને 114 મુજબ ગુનો નોંધી દિપ અને ભરતની ધરપકડ કરી હતી.

 


પોલીસે મારામારીના ગુનામાં જયેશ અને તુષારને પકડી લોકઅપમાં રાખ્યા હતા.દરમિયાન તેને મળવા માટે દિપ અને ભરત આવ્યા હતાં. એ વખતે એક શખસે પીએસઓ પાસે જઇ આ બંનેના જામીન કયારે થશે? એવી વાતો કરી નજર ચુકવી હતી અને બીજાએ લોકઅપ પાસે જઇ વિડીયો ઉતારી લઇ સોશિયલ મિડીયામાં વાયરલ કરી પોલીસને બદનામ કરવાના ઇરાદે મંજુરી વગર ગુપ્ત કામગીરીને ખુલ્લી પાડવાનો ગુનો આચર્યો હતો. ચાર સેક્ધડના વિડીયોમાં  જયેશ અને અદો લોકઅંપ અંદર માથાના વાળ સરખા કરતાં જોવા મળ્યા હતાં.

 


આ વિડીઓ સામે આવ્યા બાદ ભક્તિનગર પોલીસ મથકના પી.આઈ જે.ડી.ઝાલાની સૂચનાથી પી.એસ.આઈ આર.જે.કામળિયા,હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા,ઘનશ્યામભાઈ મેણીયાએ તપાસ ચલાવી વિડીઓ ઉતારનાર

 


દિપ જયંતિભાઇ કનેરીયા (ઉ.23-રહે. ભારતીનગર-4, નંદા હોલ પાસે) તથા ભરત દિલીપભાઇ ડવ (ઉ.22-રહે. રામપાર્ક-3, કોઠારીયા ચોકડી) ને ઝડપી લીધા હતા.અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે શખસ જયેશ ડાંગર, તુષાર ઉર્ફ અદાની શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS