124 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રદ થઈ બોસ્ટન મેરેથોન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાઈરસને કારણે બોસ્ટન મેરેથોનને 124 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રદ કરી દેવામાં આવી છે. બોસ્ટનના મેયર માર્ટી વોલશે જણાવ્યુ છે કે આ પ્રસિદ્ધ મેરાથોન સ્વાસ્થ્યનાં કારણોસર 14 સપ્ટેમ્બર સુધી યોજવામાં આવશે નહીં.

 

વધુમાં તેમણે જણાવ્યું છે કે બહોળી સંખ્યામાં લોકો એકબીજાની નજીક આવવાના કારણે દોડનું વાસ્તવિક સ્વરૂપ જાળવી રાખવાની કોઈ પદ્ધતિ વિકસાવી શકાય નથી.

 

વોલશે વધારે એ પણ કહ્યું છે કે જ્યારે આપણું લક્ષ્ય વધારે આગળ વધવાનું હોય અને પોતાની અર્થવ્યવસ્થાને પણ જાળવી રાખવાની હોય તો વાઈરસના પ્રસારને રોકવાની જવાબદારી આપણી છે માટે 14 સપ્ટેમ્બર સુધી આ વર્ષમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે તે જવાબદારી પૂર્વક પગલું કહી શકાય નહીં

 

પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે તેનું આયોજન એપ્રિલમાં થવાનું હતું પરંતુ તેને સપ્ટેમ્બર સુધી હવે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.


બોસ્ટન મેરેથોનનું વર્ષ 1997થી સતત આયોજન થતું આવ્યું છે,અને વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી ચાલી આવતી મેરાથોન છે. અમેરિકામાં પણ આ વર્ષનાં આખરમાં 11 ઓક્ટોબરે શિકાગો મેરેથોન  અને 1 નવેમ્બરે ન્યૂયોર્ક  મેરેથોનનો આયોજન કરવામાં આવશે તેના વિશે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS