અંજાર પાસે સરહદી રેન્જની ટીમે ખનિજ ચોરી ઝડપી

  • October 28, 2020 02:04 AM 609 views


અંજાર વિસ્તારમાં ખનીજ ચોરો દ્રારા ખુલ્લેઆમ ખનિજની ચોરી કરવામાં આવી રહી હોવા છતાં ખનીજ વિભાગ દ્રારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપો અનેક વખત ઉઠી ચુકયા છે. તેવામાં પ્રથમ દિવસે આર.આર.સેલ પૂર્વ કચ્છ અને બીજા દિવસે આર.આર.સેલ ભુજ દ્રારા ખનીજ માફિયાઓ પર દરોડો પાડવામાં આવતા ફફડાટ ફેલાયો છે.
સરહદી રેન્જ ભુજની આર.આર સેલની ટીમેં આજે અંજાર તાલુકાના હીરાપર ગામે દરોડો પાડો હતો. યાં નદીના પટ માંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતીનું ઉત્ખનન કરતા મૂળ જવાહર નગર, તા. ભુજ અને હાલે અંજારમાં રહેતા રાજેશ મ્યાજર આહીર તથા હીરાપરમાં રહેતા દિપક કાના ચાવડા (આહીર)નો રૂ. ૫ લાખની કિમંતનો લોડર તથા રૂ. ૧૫ લાખની કિમંતનો હાઇવા ડમ્પર આશરે ૧૦ ટન જેટલી રેતી ઝડપી પાડવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application