ગોંડલ નગરપાલિકા ચૂંટણીના 32 બુથ સંવેદનશીલ કરાયા જાહેર, પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

  • February 26, 2021 12:48 PM 

ગોંડલ નગરપાલિકા ચૂંટણીના ૩૨ બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે. જેને લઇને શહેરમાં ગોંડલ ડિવિઝન ડીવાયએસપી, સીઆઇએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


ગોંડલ માંડવી ચોક, મોટી બજાર, ચોરડી દરવાજા, નાની બજાર, સ્વામિનારાયણ મંદિરથી ગુંદાળા દરવાજા, જેલ ચોક, ત્રણ ખુણીયો, બસ સ્ટેન્ડ, ગુંદાળા ચોકડી, જેતપુર રોડ, મોવિયા ચોક, ભગવતપરા સહિતના વિસ્તારોમાં ડીવાયએસપી પી.એ.ઝાલા, ગોંડલ શહેર પીઆઇ એસ.એમ.જાડેજા, પીએસઆઇ બી.એલ.ઝાલા, ડી.પી.ઝાલા, વી.પી.કનારા, ગોંડલ તાલુકા પીએસઆઇ એમ.જે.પરમાર, ગોંડલ મહિલા પોલીસ પીએસઆઇ ઠાકોર, કોટડા પીએસઆઇ વી.કે.ગોલવેકર, એલસીબી, એસઓજી, ડી સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા ગોંડલ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


ભગવતપરા, શિશુવિહાર, ખોજા કબ્રસ્તાન, સરગમ પાર્ક, નાગનાથ આંગણવાડી, પશુ દવાખાના, માંધાતા પાર્ટી પ્લોટ, તાલુકા શાળા નંબર ૬, નાની મોટી બજારમાં આવેલી વચલી શેરી, હવેલી શેરી, સરવૈયા શેરી, સંઘાણી શેરી, ગુલમહોર રોડ, ખટારા સ્ટેન્ડ, ધણ ચોક, તાલુકા શાળા નં.૧૬, જયશ્રીનગર તેમજ વિજયનગરની આંગણવાડી સહિત ટોટલ ૩૨ બુથને સંવેદનશીલ જાહેર કરાયા છે. નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા ઉપરોકત તમામ ૯૦ બુથ ઉપર પોલીસ, હોમગાર્ડ અને સીઆઇએસએફના જવાનો તૈનાત રાખવામાં આવનાર છે. સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ બુથ ઉપર પોલીસ જવાનો અને સીઆઇએસએફના જવાનો પણ તૈનાત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS