૧ જૂનથી દોડનારી ટ્રેનો માટે બુકિંગ શરૂ: પોસ્ટ ઓફિસેથી પણ ટિકિટ મળશે

  • May 22, 2020 11:20 AM 612 views

આઈઆરસીટીસીના માન્ય એજન્ટ પણ ટિકિટ વેચી શકશે

૧ જૂનથી દોડવા જઈ રહેલી ૨૦૦ ટ્રેનો માટે બુકિંગ શરૂ થઈ ચૂકયું છે. આજથી તમે રેલવે ટિકિટનું બુકિંગ અથવા કેન્સલેશન પોસ્ટ ઓફિસમાંથી પણ કરાવી શકશો. આ ઉપરાંત યાત્રિ ટિકિટ સુવિધા કેન્દ્ર, આઈઆરટીસીના માન્ય એજન્ટ, કોમન સર્વિસ સેન્ટર અને રેલવે સ્ટેશનના કાઉન્ટર ઉપરથી ટિકિટ મેળવી શકશો.


રેલવેએ ૧ જૂનથી ૨૦૦ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. તેમાં એ.સી. અને નોન એ.સી. એમ બન્ને પ્રકારની ટ્રેન હશે. યાત્રિકોની સુવિધા માટે રેલવેએ ટિકિટ કોમન સર્વિસ સેન્ટર અને પોસ્ટ ઓફિસ પરથી ટિકિટ બુકિંગની સુવિધા આપી છે. આ ઉપરાંત સ્ટેશન ઉપર પણ કાઉન્ટર્સ ખોલવામાં આવશે. ૧૨ મેએ સ્પેશ્યલ ટ્રેનોની શરૂઆત બાદ રેલવેએ માત્ર આઈઆરસીટીસીથી ઓનલાઈન બુકિંગની સુવિધા આપી હતી.


રેલમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી દેશભરમાં ૧.૭૦ લાખ કોમન સર્વિસ સેન્ટર પરથી મુસાફરો ટિકિટ બુકિંગ કરાવી શકે છે. કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણ અને દૂરના સ્થાનો ઉપર સરકારની ઈ–સેવાઓને ઉપલબ્ધ કરાવનારા કેન્દ્ર છે. આ સેન્ટર એ સ્થાનો ઉપર હોય છે યાં કામેપ્યુટરો અને ઈન્ટરનેટની ઉપલબ્ધતા બહુ ઓછી છે અથવા છે જ નહીં.
રેલવે દ્રારા જારી એક નિવેદનમાં જણાવાયું છે કે રેલવેના ઝોનલ કેન્દ્રોને નિર્ણય લેવા માટે કહેવાયું છે કે આજથી કયા સ્ટેશનો પરથી બુકિંગ શરૂ થશે. ઝોનલ કેન્દ્રો નિર્ણય લેશે કે તબક્કાવાર રીતે કાઉન્ટર કઈ રીતે ખોલી શકાય.

  • જનરલ કોચમાં પણ રિઝર્વેશન !

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી રેલવે સાવધાની રાખી રહ્યું છે. પહેલી વખત જનરલ કોચમાં પણ રિઝર્વેશનની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે જનરલ કોચમાં પણ એ જ મુસાફર મુસાફરી કરી શકશે જેની પાસે કન્ફર્મ ટિકિટ હશે. આ ટિકિટ ૩૦ દિવસ પહેલાં બુક કરાવી શકાશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application