બોલિવૂડ પર કોરોનાનો કહેર, ભૂમિ પેડનેકર, વિક્કી કૌશલ, ટીવી સ્ટાર શુભાંગી અત્રે પણ કોરોના પોઝિટિવ

  • April 05, 2021 11:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતમાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં લોકો ઝડપથી પ્રભાવિત થઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેરનો પ્રભાવ સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. તેમાં પણ આ વખતે ફિલ્મ સ્ટાર્સ વધારે પ્રમાણમાં કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રવિવારે અક્ષય કુમાર, ગોવિંદા બાદ સોમવારે પણ વધુ કેટલાક કલાકારો કોરોનાની ચપેટમાં આવ્યા છે. 

 

 

જાણવા મળ્યાનુસાર ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલ, અભિનેત્રી ભૂમિ પેડનેકર અને શુભાંગી અત્રે પણ કોરોના સંક્રમિત થયા છે. ભૂમિ પેડનેકરે ઈંસ્ટા પર પોસ્ટ કરી અને જણાવ્યું હતું કે તે કોરોના સંક્રમિત છે.

 

 

જ્યારે ભાભીજી ઘર પે હૈ ફેમ શુભાંગી અત્રે પણ કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. તેની સાથે ટીવી અભિનેત્રી નારાયણી શાસ્ત્રી પણ કોરોના સંક્રમિત થઈ છે. આ પહેલા અનુપમા ફેમ રુપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS