પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી છે. તેઓ 34વર્ષના હતા. વર્તમાન સમયમાં બોલિવૂડના લોકપ્રિય અભિનેતા હતા તેમજ ઇન્ડસ્ટ્રીમાં તેઓ પ્રગતિ કરી રહ્યા હતા. તેમના ચાહકોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હતી. તેમના નિધન બાદ તેમના ચાહકો ઘણા દુઃખી થયા છે.પોલીસના રિપોર્ટમાં એ બાબત સામે આવી છે કે તેઓ છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. ફિલ્મ જગત માટે આ ઘટના પ્રથમ વખત નથી કે જ્યારે કોઈ અભિનેતાના નિધનના કારણે ઇન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો હોય. આ પહેલા પણ કેટલાક સ્ટાર એવા છે કે જેમના નિધનની ખબરથી સૌ કોઈ અચરજમાં મુકાઈ ગયા હતા. ચાલો આવા એક્ટર્સ વિશે જાણીએ.
જિયા ખાન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જિયા ખાનને આવ્યા ને વધારે સમય નહોતો થયો. જ્યારે તેણીએ કેરિયરની શરૂઆત માં જ મોટા મોટા સ્ટાર્સ સાથે કામ પણ કરી લીધું હતું. પરંતુ આ એક્ટ્રેસે અચાનક 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. તેની મોતનું રહસ્ય હજુ સુધી અકબંધ છે પરંતુ તેના નિધનની ખબર એ પણ દરેક વ્યક્તિને અચરજમાં મૂકી દીધી હતી તે સમયે જીયાની ઉંમર માત્ર 25 વર્ષની હતી.
દિવ્યા ભારતી
દિવ્યા ભારતીની મોત બોલીવુડની સૌ પ્રથમ બહુચર્ચિત હતી. હજુ સુધી તેના આ અંગે કોઇ ખુલાસો થયો નથી કે તેની પાછળનું કારણ શું હતું. જ્યારે ઘણા બધા રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે આ અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. તે પોતાની કેરિયરમાં ટોચ પર હતી અને માત્ર 19 વર્ષની હતી ત્યારે આ ઘટના ઘટી હતી. 5 એપ્રિલ 1993ના રોજ પાંચમા માળે પોતાના એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી તે નીચે પડી ગઈ હતી.
ગુરુદત્ત
બોલિવૂડના ડાયરેક્ટર ગુરુદત્ત અને ઇન્ડસ્ટ્રીમાં એક સમયે મોટું નામ માનવામાં આવતું હતું. એક્ટર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા. તેઓએ ઘણી વખત આત્મહત્યા કરવાની કોશિશ પણ કરી હતી. આખરે 10 ઓક્ટોબર 1964ના રોજ ગુરુદત્તે આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે આલ્કોહોલના ઓવરડોઝ ના કારણે તેમનું નિધન થયું હતું. આ વખતે તેમની ઉંમર માત્ર 39 વર્ષ હતી.
શ્રીદેવી
બોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમાચારથી નિકટના તેમજ સાથે સંકળાયેલા સ્વજનો શોકમાં ડૂબી ગયા હતા. આ ઘટનાને હજુ વધારે સમય પણ થયો નથી. ૨૪ ફેબ્રુઆરી 2018 માં દુબઈમાં શ્રીદેવી મૃત અવસ્થામાં મળી આવી હતી. આ અભિનેત્રીના નિધનની ઘટનાએ લોકોને હલાવી નાખ્યા હતા. શ્રીદેવી તે વખતે એક લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે દુબઇ ગઇ હતી.
સૌંદર્યા
સૂર્યવંશમ ફિલ્મમાં નજરે પડેલી આ અભિનેત્રી સાઉથ સિનેમાનો એક જાણીતો ચહેરો હતી. પરંતુ એક વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યવશ તેનું મોત નીપજ્યું હતું. તે વેળાએ તેની ઉંમર માત્ર બત્રીસ વર્ષની હતી અને તેનાં લગ્ન થયાં એ પણ માત્ર એક વર્ષ થયું હતું.
સ્મિતા પાટીલ
૮૦ના દશકમાં સ્મિતા પાટિલે જે મુકામ હાંસલ કર્યો હતો તે શાનદાર રહ્યો હતો. તેણી એક બાદ એક સફળતાની સીડીઓ ચડી રહી હતી. આ અભિનેત્રીએ 13 ડિસેમ્બર 1986ના રોજ માત્ર 31 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ લીધા હતા. આ ઘટનાના કારણે બોલિવૂડમાં લોકો ઘણા હતાશ થયા હતા.
સંજીવ કુમાર
હોલીવુડ ની સામે વર્સેટાઈલ એક્ટર્સ માંથી એક સંજીવ કુમારની પ્રોફેશનલ લાઈફ જેટલી સક્સેસફુલ રહી હતી, પર્સનલ લાઇફમાં તેટલો જ તેને સંઘર્ષ વેઠવો પડ્યો હતો. તેઓને પ્રેમ માં નિરાશા પ્રાપ્ત થઈ હતી અને એકલતા ઓગાળવા માટે તેઓ ખોટા ખાનપાન કરવા લાગ્યા હતા. એવું માનવામાં આવે છે કે તે સમયમાં તેઓ ખૂબ જ વધારે ડ્રીંક કરવા લાગ્યા હતા. ત્યારબાદ 6 નવેમ્બર 1985ના દિવસે એ બાબત સાબિત થઈ કે જ્યારે આ અભિનેતાના નિધનના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. અને ૪૭ વર્ષની ઉંમરમાં હૃદય રોગનો હુમલો થવાના કારણે તેમનું નિધન થયું હતું.
વિનોદ મહેરા
વિનોદ મહેરા બોલીવુડના ડેશીંગ એક્ટર્સ માંથી એક હતા, તેમની એક્ટિંગની પણ ખુબ જ પ્રશંસા કરવામાં આવતી હતી, ઓછા સમયગાળામાં તેમણે ખૂબ જ નામના પ્રાપ્ત કરી હતી. 45 વર્ષની ઉંમરમાં તેઓના નિધનથી બોલિવૂડમાં છવાઈ ગયો હતો. 30 ઓક્ટોબર 1990ના રોજ આ એક્ટરે છેલ્લા શ્વાસ લીધા હતા. તેના બંને બાળકો સોનિયા મેહરા અને રોહન મેહરા પણ ફિલ્મોમાં હાથ અજમાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech