આ છે એવી બોલિવૂડ ફિલ્મ જેની કોપી કરી છે હોલિવૂડએ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડમાં ઘણી વખત હોલિવૂડમાંથી પ્રેરણા લઈને ફિલ્મ બનાવવામાં આવે છે. બોલિવૂડ ઉપર અનેક વખત આરોપ પણ લાગી ચૂકયા છે કે તે ઓરીજનલ સ્ટોરી છોડીને હોલિવૂડ ફિલ્મોની રિમેક બનાવે છે. અનેક વખત તો સીધેસીધી ચોરી કરવાનો આરોપ પણ મુકાય છે. એટલું જ નહીં બેંગ બેંગ સહિત અનેક ફિલ્મો છે જે સત્તાવાર રીતે રિમેક છે પરંતુ લોકો નહીં જાણતાં હોય કે હોલિવૂડ પણ અનેક વખત બોલિવૂડની ફિલ્મોની કોપી કરે છે ત્યારે એવી કઈ કઈ ફિલ્મો છે તેની યાદી અત્રે પ્રસ્તુત છે.

 

પર્લ હાર્બર–સંગમ
૨૦૦૧માં આવેલી હોલિવૂડ ફિલ્મ પર્લ હાર્બર અને ૧૯૬૪માં આવેલી બોલિવૂડ ફિલ્મ સંગમની કહાની અત્યતં મળતી આવે છે. બન્ને ફિલ્મોમાં બે પાક્કા મીત્ર અને એક યુવતીના પ્રેમત્રિકોણની કહાની છે. બન્ને ફિલ્મોની કહાનીમાં બસ એક જ વાત અલગ છે કે પર્લ હાર્બરમાં બન્ને મિત્રો પાયલટ હોય છે અને સંગમમાં બસ એક જ પાયલટ હોય છે.

 

જસ્ટ ગો વિધ ઈટ–મૈંને પ્યાર કયોં કિયા
સલમાન ખાનની ૨૦૦૫માં આવેલી ફિલ્મ મૈંને પ્યાર કયોં કિયા અને હોલિવૂડ ફિલ્મ જસ્ટ ગો વિધ ઈટની સ્ટોરી લગભગ એક સમાન હતી. જસ્ટ ગો વિધ ઈટમાં જેનિફર એનિસ્ટનનું પાત્ર અને મૈને પ્યાર કયો કિયામાં સુષ્મિ સેનનું પાત્ર ઘણું મળતું આવતું હતું. આ જ રીતે એડમ સેન્ડલરનું પાત્ર સલમાન ખાનના પાત્ર જેવું જ હતું.

 

વિન અ ડેટ વિથ ટેડ હૈમિલ્ટન–રંગીલા
આમીર ખાનની ફિલ્મ રંગીલા વર્ષ ૧૯૯૫માં રિલિઝ થઈ હતી. ફિલ્મમાં એક લય ટ્રાયેંગલ બતાવવામાં આવી હતી યાં એક યુવતી પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને ફિલ્મ સ્ટાર વચ્ચે ફસાઈ જાય છે. 
હવે ફિલ્મ વિન અ ડેટ વિથ ટેડ હૈમિલ્ટનની પણ આ જ કહાની હતી. અહીં પણ એક લવ ટ્રાયેંગલ બતાવવામાં આવ્યો હતો. બન્ને કહાનીઓમાં થોડો–ઘણો ફર્ક એ હતો કે રંગીલામાં બેસ્ટ ફ્રેન્ડનું પાત્ર એક ટપોરીનું હતું અને હોલિવૂડ ફિલ્મમાં એવું નહોતી. 

 

ડિલિવરી મેન–વિક્કી ડોનર
આયુષ્યમાન ખુરાનાની પહેલી ફિલ્મ વિક્કી ડોનર ઘણી પ્રચલિત થઈ હતી. ફિલ્મ એ સમયે રિલિઝ થઈ હતી તો તેને ઘણી યુનિક બતાવવામાં આવી હતી કેમ કે આ થીમ બોલિવૂડ માટે અત્યતં નવી હતી અને આ પહેલાં કયારેય જોવા મળી નહોતી. વર્ષ ૨૦૧૩માં વિક્કી ડોનરથી પ્રેરિત થઈને હોલિવૂડમાં ફિલ્મ બની હતી ડિલીવરી મૈન. બન્નેમાં સ્પર્મ ડોનેશનનો વિષય જ સમાવાયો હતો.

 

ફીયર–ડર
વર્ષ ૧૯૯૩માં શાહરૂખ ખાનની ફિલ્મ ડર રિલિઝ થઈ હતી. ફિલ્મથી શાહરૂખ ઘણો જાણીતો બન્યો હતો. ત્રણ વર્ષ બાદ હોલિવૂડે પણ એક એવી જ ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ ફીયર હતું. આ હોલિવૂડ ફિલ્મમાં પણ એક લવ ટ્રાયેંગલ બતાવવામાં આવી હતી. ફીયરમાં પણ એક સ્ટોકર હતો જે યુવતીની પાછળ પડી જાય છે.

 

લીપ યર–જબ વી મેટ
ઈમ્તિયાઝ અલીની ફિલ્મ જબ વી મેટ વર્ષ ૨૦૦૭માં રિલિઝ થઈ હતી. ફિલ્મે તમામ દર્શકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મમાં શાહિદ કપૂર અને કરિના કપૂર ખાન મુખ્ય રોલમા હતા. એ સુપરહિટ ફિલ્મથી પ્રેરિત થઈને વર્ષ ૨૦૧૦માં હોલિવૂડમાં ફિલ્મ બની હતી જેનું નામ લીપ યર હતું. લીપ યરની કહાની સંપૂર્ણ રીતે જબ વી મેટ જેવી હતી પરંતુ ફિલ્મના નિર્માતાઓએ આ વાત માનવાનો ઈનકાર કર્યેા હતો કે તેમણે બોલિવૂડ ફિલ્મમાંથી પ્રેરણા લીધી છે.

 

અ કોમન મેન–વેડનેસ્ડે
નીરજ પાંડેની ફિલ્મ અ વેડનેસ્ડે એક શ્રે ફિલ્મ હતી. હોલિવૂડે પણ તેની રિમેક બનાવી હતી. વર્ષ ૨૦૧૩માં એક ફિલ્મ આવી હતી અ કોમન મેન અને આ ફિલ્મ એ વેડનેસ્ડેની જ સત્તાવાર રીમેક છે. એકેડેમી એવોર્ડ વિનર બેન કિંગ્સલે તેમાં લીડ રોલમાં હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS