બોલિવૂડ એક્ટર કિશોર કુમારનો બંગલો બનશે મ્યૂઝિયમ

  • June 09, 2021 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવંગત બોલિવૂડ એક્ટર કિશોર કુમારના ખંડવા સ્થિત બંગલો ટુંક સમયમાં મ્યૂઝિયમ બનશે. તંત્રએ તેને લઈને તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. જિલ્લા કલેક્ટર અનય દ્વિવેદીએ આ બાબતે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે આ મ્યૂઝિયમ માટે એક પબ્લિક ટ્રસ્ટ બનાવવામાં આવશે. આ ટ્રસ્ટમાં કિશોર કુમારના પરીજનોને પણ સામેલ કરવામાં આવશે. જો કે તેમના ભત્રિજા અર્જુન કુમારે ટ્રસ્ટમાં જોડાવાની પરવાનગી આપી નથી. તેમની સાથે ફરીથી વાત કરવામાં આવશે. 

 

આ મ્યૂઝિટમને લોકોની મદદથી ચલાવવામાં આવશે. પ્રશાસને અધિકારીઓને આ અંગે દિશાનિર્દેશ પણ આપ્યા છે. આ માટે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 

 

જિલ્લા કલેકટરે વધુમાં જાણકારી આપી હતી કે મ્યૂઝિયમ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કરી સંસ્કૃતિ વિભાગને મોકલવામાં આવશે. આ સંબંધમાં કિશોર સાંસ્કૃતિક પ્રેરણા મંચના સભ્ય અને કિશોર કુમારના ભત્રીજા અર્જુન કુમારને તેઓ મળશે અને તેમને ટ્રસ્ટમાં જોડાવા માટે મનાવવામાં આવશે. 

 

આમ કરવાનું કારણ એકમાત્ર એ છે કે આગામી સમયમાં મ્યૂઝિયમ થકી જે લાભ થાય તે સીધો કિશોર કુમારના પરીજનો સુધી પહોંચે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS