બોલિવૂડ એક્ટર બિક્રમજીત કુવંરપાલનું કોરોનાથી નિધન

  • May 01, 2021 07:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ફિલ્મો અને ટીવી શોના એક્ટર બિક્રમજીત કંવરપાલનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ આજે ખબર સામે આવી છે કે તેમનું નિધન થયું છે. બિક્રમજીત ઘણી ટીવી સીરિયલમાં અને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ નિભાવી ચુક્યા છે. 

 

 

ફિલ્મ નિર્દેશક અને નિર્માતા અશોક પંડિતએ આ દુખદ સમાચાર પોતાના ટ્વીટર પરથી શેર કર્યા હતા. તેમણે બિક્રમજીતને શ્રદ્ધાંજલિ અર્પમ કરી હતી. અશોકે ટ્વીટર પર લખ્યું હતું કે મેજર બિક્રમજીત કંવરપાલનું કોવિડના કારણે નિધન થયું આ ખબરથી દુખી છું. એક નિવૃત આર્મી ઓફિસર જેમણે ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કર્યું તેના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS