જાણીતા અભિનેતા અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી નિધન

  • April 23, 2021 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ માટે વર્ષ 2020 અને 2021 અત્યંત ખરાબ સાબિત થયું છે. ગત વર્ષમાં અનેક દિગ્ગજ કલાકારોના નિધન થયા હતા જ્યારે ચાલું વર્ષે પણ આ સિલસિલો યથાવત છે. ગુરુવારે જાણીતા કંપોઝર શ્રવણ રાઠોડનું નિધન થયું હતું તો શુક્રવારે વધુ એક અભિનેતાના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

 

 

ગુજરાતી સિનેમા, ટીવી અને બોલિવૂડમાં લોકપ્રિય થયેલા અભિનેતા અમિત મિસ્ત્રીનું શુક્રવારે નિધન થયું છે. આ ખબરથી ઈંડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમિત મિસ્ત્રીના નિધનનું કારણ કાર્ડિયક એકેસ્ટ કહેવામાં આવી રહ્યું છે. અમિત અનેક ગુજરાતી અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તાજેતરમાં જ તે નસીરુદ્દીન શાહની વેબ સીરીઝ બંદિશ બૈંડિટ્સમાં પણ જોવા મળ્યા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS