કોરનટાઈન પરિવારોને મદદ કરો:રસીકરણ અભિયાન વેગવાન કરવા શિક્ષકોને બોર્ડ ની અપીલ

  • April 27, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીએ બાયસેગ મારફતે શાળાના સ્ટાફ ને સંબોધન કર્યું હતું .આ સંબોધન બાદ આજે કોરોના મહામારીમાં શિક્ષકો મદદરૂપ થાય તે દિશામાં મહત્વની અપીલ કરતો આદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રસીકરણ માટે લોકોને પુરતું પ્રોત્સાહન તેમજ કોરનટાઈન લોકો માટે ભોજનની વ્યવસ્થા માટે મદદરૂપ થવા સૂચન કરવામાં આવ્યું છે.

 


કોવીડ19 ની પરિસ્થિતિમાં સમાજને મદદરૂપ થવા માટે રાજ્યપાલ અને શિક્ષણ મંત્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાલની પરિસ્થિતિમાં છેલ્લા એક વર્ષથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ ,પોલીસ ,સફાઈ કામદાર ,108 ,ધન્વંતરી રથ ,અને એમ્બ્યુલન્સ સ્ટાફ યોગદાન આપી રહ્યું છે .તેમના પરિવારોને માનસિક હૂંફ આપી તેમની જરૂરિયાતો બાબતે યોગ્ય મદદ કરવા શાળા પરિવારોને સૂચન કરવામાં આવ્યું છે.

 


ટેલિફોન અને  વેબીનાર મારફતે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું તેમ જ અતિ અનિવાર્ય ન હોય ત્યાં સુધી જ સામાજિક પ્રસંગો મોકૂફ રાખવા માટે લોકોને સમજાવવા જણાવવામાં આવ્યું છે રસીકરણ માટે ગામના લોકોને સમજાવવામાં આવે તે અંગે બોર્ડ દ્વારા શાળાઓને કરવામાં આવેલા પરિપત્રમાં સૂચન કરવામાં આવ્યું છે.

 


જે આખો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો હોય અને હોમ કોરનટાઈન હોય તેમને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવા તેમજ ગામ કે શહેરમાં કોઇ દર્દીને ભોજનની આવશ્યકતા હોય તો દાતાઓ મારફતે કે સામાજિક સંગઠનો સંપર્ક પણ જરૂરી વ્યવસ્થા માટે સંકલન કરવામાં આવે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS