મોબાઈલ અને લેપટોપમાંથી નીકળતા બ્લુ કિરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે, કઈ રીતે બચશો.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આંખોને બ્લુલાઈટથી બચાવવા માટે ઇન્ટિરિયર ગ્લાસ લગાવી શકો છો, પરંતુ ત્વચાને બચાવવા માટે તમે શું ઉપાય કરી શકો છો? આ ઉપાય વિશે આજે તમને અહી જણાવીશું.

 

અત્યારે મોબાઇલ લેપટોપ અને ટેલિવિઝનમાંથી નીકળતા કિરણો તમારી આંખોને નુકસાન પહોંચાડે છે એ બાબત તમને ખબર હશે, પરંતુ શું તમને ખબર છે કે તું જે તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે, આ બાબત બહુ ઓછા લોકોને ખબર હશે કે આંખોને  આ બ્લુ લાઈટથી બચાવવા માટે બ્લુ લાઈટ એન્ટીગ્લાસ હોય છે, પરંતુ તમારી ત્વચાને બચાવવા માટે તમે શું કરશો ?આ અંગે જાણવું પ્રોફેશનલ્સ લોકો માટે વધારે મહત્વપૂર્ણ છે કે જેઓ કોમ્પ્યુટર અને લેપટોપ સામે વધારે સમય વિતાવતા હોય છે.

 

બ્લુ લાઈટ શું હોય છે..?

 

 વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે પહેલા આપણે જાણીએ કે બ્લુ લાઈટ નાના-નાના તરંગોમાંથી નીકળતા હાય એનર્જી લાઈટ હોય છે, જેને વ્યક્તિ સરળતાથી નિહાળી શકે છે, ટ્યુબલાઈટ, મોબાઈલ, ફોન, ટેલિવિઝન, બલ્બ, ડિજીટલ ડિવાઈસ વગેરેમાં હોય છે. જે આપણી આસપાસ હંમેશા રહે છે. આ લાઈટના સંપર્કમાં વધારે સમય રહેવાથી વ્યક્તિને માથાનો દુખાવો, ખેચાણ, થાક લાગવો વગેરેની અનુભૂતિ થાય
 છે.

 

બ્લુ લાઇટ અને ત્વચા

 

 શું તમે જાણો છો કે બપોરના તડકામાં 20 મિનિટ સુધી રહેવાથી અને લેપટોપની સામે સાત આઠ કલાક  વિતાવવાથી ત્વચાને નુકસાન પહોંછે, જેના કારણે ત્વચાનો રંગ ઝાંખો થઈ જાય છે તેમજ તમે ત્વચા પર તણાવનો અનુભવ થતો જોઈ શકો છો, લેપટોપ અને ફોનની સામે વધારે સમય રહેવાથી બ્લુ લાઈટના કારણે ઓટો એજિંગ, ત્વચામાં સોજો, હાઇપરપિગ્મેન્ટેશન અને ચહેરામાં કરચલી વગેરે જોવા મળે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારી ત્વચા ચમકદાર અને નિર્દોષ રહેતો, આ લાઈટ થી બચવું જોઈએ.બ્લુ લાઇટ ત્વચાને એ સમયે બચાવવાની જરૂર પડે છે, જ્યારે ડિજીટલ ડિવાઈસ અને મોબાઈલ ફોન પર વધારે સમય વિતાવી રહ્યા હોય તો તમે કે બ્લુલાઈટથી થતા નુકસાનને ઓછું કરી શકો તે માટે કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે, જેના દ્વારા તમે ત્વચાના નુકશાનથી બચી શકો છો.

 

રાતના સમયે મોબાઈલ ફોન કે બીજા ઉપકરણો ચલાવતી વખતે નાઈટ મોડ નો વિકલ્પ પસંદ કરવો

 

રાત્રે તમે જ્યારે મોબાઈલ કે લેપટોપ નો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે તમારી ત્વચા પર સીધા તેના કિરણોના આવે તે જોવું જરૂરી છે તેને રોકવા માટે હંમેશાં ફોનને ફ્લાઈટ મોડ પર રાખો કારણ કે તેનાથી બ્લુ લાઈટના બદલે પીળા રંગમાં બદલાઈ જાય છે,આ સિવાય પોતાના ફોનને પોતાના ચહેરાની બહુ પાસે ન રાખો.

 

 એન્ટી ઓક્સિડેન્ટ ખોરાક લો

 

 એન્ટી ઓક્સિડેન્ટ બ્લુલાઈટથી થતી ક્ષતિને અસરકારક રીતે રોકે છે, એવામાં એવા ખાદ્ય પદાર્થ એવા લેવા જોઈએ કે જેમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય તો શરીરમાં મોઇશ્ચ્યુરાઇઝર અને સીરમમાં વધારો થાય છે.


નાઈટ સ્કિનકેરનો ઉપયોગ 

 

 તમે નાઈટ સ્કિન કેર રૂટીન બહુ અગત્યનું હોય છે, જો તમે ઊંઘી રહ્યા હોય તો ત્વચાની  માવજત રાખવા માટે અને જીવંત રાખવા માટે પર્યાપ્ત સમય મળી રહે છે, એવામાં હાઈનુંલોરીક એસિડ નાઈટ સ્કિન સીરમ લગાડવું જોઈએ જેના દ્વારા બ્લુ લાઈટથી થતા  નુકસાનથી બચી શકાય છે.

 

સનસ્ક્રીનનો ઉપયોગ

 

 તડકામાં બહાર જવા માટે સ્કિન કૅર પહેલા તમારે કરવી જોઇએ આ માટે તમે સ્કીન કેર માસ્ક પહેરી શકો છો, નિયમિત રીતે સનસ્ક્રીન ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો, કેટલાક સનસ્ક્રીન બ્લુલાઈટથી થતા  નુકશાનથી બચાવે છે, જેથી તેનો ઉપયોગ પણ કરી શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS