લુહારને આપઘાતની ફરજ પાડનાર બિલ્ડરની ધરપકડ

  • February 14, 2020 05:15 PM 55 views

શહેરના ગોકુલધામ મેઇન રોડ પર આવેલ દ્વારકા સોસાયટીમાં રહેતા લુહાર યુવાને ત્રણેક દિવસ પહેલા પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી લેતા માલવિયાનગર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરતા યુવાને બિલ્ડરના ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનું તેની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં બહાર આવ્યું હતું જેમાં બિલ્ડર એક તેના ફ્લેટ માં ફર્નિચર નું કામ કરાવી તેના તથા ફર્નિચર માટે ઉધારમાં લાવેલા કાચા માલના પણ પૈસા ન આપ્યા વારંવાર ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું બહાર આવતા માલવિયાનગર પોલીસે બિલ્ડર સામે મરવા મજબૂર કરવા સહિતની લુહાર યુવાનની પત્નીની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી બિલ્ડરની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોકુલધામ મેઇન રોડ પર આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ રમેશભાઈ ધારૈયા નામના લુહાર યુવાને કઈ તારીખ ૧૧ ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજતા માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઈ જે કે પાંડાવડદરા સહિતના સ્ટાફ સાથે હોસ્પિટલે દોડી ગઈ તપાસ કરતા મૃતક રાકેશ ભાઈ પાસેથી સોસાયટી પ્લોટ મળી આવી હતી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.

વાત થઈ હતી તેના કરતાં ખર્ચ વધુ કર્યો કહી બિલ્ડરે રૂપિયા ન આપ્યા
ચાઇના ગોકુલધામ મેઇન રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા લુહાર યુવાને બિલ્ડરના ત્રાસથી કંટાળી ગઈ આપઘાત કરી લેવાના બનાવમાં માલવિયાનગર પોલીસે બિલ્ડર ગમન છગન કનેરિયા ની ધરપકડ કરી તપાસ કરતા રાકેશભાઈ એ બિલ્ડર જમનભાઈ ના ફ્લેટનું ફર્નિચરનું રૂપિયા ૧,૪૦ લાખ નુ કામ રાખ્યું હતું જેમાં કામ વાત થઈ તે મુજબ થી વધારે કામ કરાવી પૈસા ન આપી ત્રાસ આપતા હોય રાકેશભાઈ એ પગલું ભરી લીધું હતું.
પોલીસની વિશેષ તપાસ માં રાકેશભાઈ એ વ્રજ પેલેસ વાળા બિલ્ડર જમનભાઈ છગનભાઈ કનોડીયાના ફ્લેટના ફર્નિચરનું ચારેક માસથી રૂપિયા ૧,૪૦ લાખોનું કામ રાખ્યું જેમાં છેલ્લે હિસાબ કરતા સવા બે લાખ જેવી ઉઘરાણી હોય તેમાં ફર્નિચર નો કાચો માલ પણ ઉધારમાં રાકેશભાઈ કામ કરેલું હતું જેના પૈસાની ઉઘરાણી કરતા જમનભાઈ તેને પૈસા ન આપી અવારનવાર ત્રાસ આપતા હોય તેનાથી કંટાળી ગઈ કઈ તારીખ ૧૧ ના રોજ સાંજે પોતાના ઘેર ઝેરી દવા પી પગલું ભરી લીધાનું સુસાઇડ નોટમાં રાકેશભાઈ ઉલ્લેખ કર્યો હોય તેના આધારે પોલીસે રાકેશભાઈ ના પત્ની શોભનાબેન ની ફરિયાદ પરથી ગુનો નોંધી બિલ્ડર જમનભાઈ છગનભાઈ કનેરિયા ની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સ્થળે કામ કરવા જતાં મિસ્ત્રી યુવાનને ત્યાં જઈ બિલ્ડર ધમકાવતો હતો
દ્વારકાધીશ સોસાયટી માં રહેતા રાકેશભાઈ રમેશભાઈ લુહાર એ ચારેક માસ પહેલા જીવરાજ પાર્ક પાસે આવેલ વ્રજ પેલેસ એપાર્ટમેન્ટમાં ફ્લેટના ફર્નિચરનું બિલ્ડર જમનભાઈ છગનભાઈ કનેરિયા નું કામ રાખ્યું હતું જેમાં ફર્નિચરનું રૂપિયા ૧,૪૦ લાખનુ કામ કરવાનું નક્કી થયું હતું તેમ છતાં જમનભાઈ વધુ કામ કરાવી તેમજ ફર્નિચર નો કાચો માલ ના પૈસા આપી તે કીધા કરતાં વધુ કામ કરી ખર્ચો વધાર્યો છે તેમ કહી પૈસા આપી ધમકી આપતા હોય તેમજ અન્ય સ્થળે મજૂરી કામ કરવા જતા રાકેશ ભાઈ ને અન્ય સ્થળે જઇ જમનભાઈ ધમકી આપી ત્રાસ આપતો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application