લગ્નસરામાં આ રીતે બ્લેક સાડી પહેલી દેખાઓ સ્ટાઇલિશ, જુઓ pics

  • January 29, 2020 04:32 PM 884 views

લગ્ન સરા શરુ થઈ ચુકી છે. તેવામાં દરેકને ચિંતા સતાવતી હોય છે કે કેવા કપડા પહેરવા કે જેનાથી તમે લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની શકો. તો આજે તમારી ચિંતાનો અંત લાવી દઈએ. આ ચિંતાનો અંત લાવવા માટે તમને જણાવીએ કે કેવી રીતે તમે કાળી સાડી પહેરી તમારી સ્ટાઈલને દર્શાવી શકો છો. 

1. જો તમે કાળી બનારસી સાડી પહેરશો તો તમારો ઠાઠ હજારોની ભીડમાં પણ અલગ દેખાશે. આવી સાડી સાથે તમે લાઈટ મેકઅપ અને મોતીનો હાર પહેરી શકો છો. 
  
2. હાલ ફ્લોરલ પ્રિન્ટ ફેશનમાં છે, તેથી તમે સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે ફ્લોરલ પ્રિન્ટ બ્લેક સાડી લઈ શકો છો.

3. સાડીના લુકની વાત કરીએ તો માધુરી દીક્ષિતનું નામ લેવું જ જોઈએ, તમે બ્લેક સાડી સાથે બેકલેસ બ્લાઉઝ કે સ્લીવલેસ બ્લાઉઝ પહેરી શકો છો.