જૂનાગઢમાં રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર: સિવિલમાં સ્ટોક નથી...

  • April 03, 2021 09:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાગ્રસ્ત ગંભીર દર્દીઓ માટે જીવનદાન સમા રેમડેસીવીર ઈન્જેકશનની અછત જૂનાગઢ પંથકમાં પ્રવર્તી રહી હોય તેમ મેડિકલ સ્ટોરમાં સ્ટોક ખલાસ તો ખાનગી હોસ્પિટલોમાં તગડા ભાવ લેવાતા દર્દીઓ લૂંટાતા હોવાનો અહેસાસ થાય છે.


શહેરમાં મેડિકલ સ્ટોરમાં કોરોના સામે જીવતદાન સમા ઈન્જેકશનનો ચાર હજારની રકમમાં મળતો જથ્થો મેડિકલ સ્યોરમાં મળતો નથી, તો બીજી તરફ શહેરની ખાનગી હોસ્પિટલમાં ત્રણ ગણા વધુ ભાવે આપવામાં આવતા આ ઈન્જેકશનને કારણે દર્દીઓ લૂંટાતા હોવાનો ઘાટ સર્જાયો છે. તો આ ઉપરાંત શહેરની એક મેડિકલ એજન્સીમાંથી મોટા પ્રમાણમાં જથ્થો ખાનગી હોસ્પિટલોને અપાઈ ગયો હતો તો બીજી તરફ મેડિકલ સ્ટોરમાં રેમડે સીવીર ઈન્જેકશનનો જથ્થો દર્દીઓને ન મળતા દર્દીઓને નાછૂટકે ત્રણ ગણા વધુ ભાવે ઈન્જેકશન લેવા મજબુર થયા છે. જૂનાગઢમાં સરકારી તંત્ર ફૂડ એન્ડ ડ્રગ ખાતુ આ અંગે ઉંડાણપૂર્વકની તપાસ કરે અને જવાબદારો સામે લાલ આંખ કરે તો શહેરીજનોને લૂંટાતા બચાવી શકાય છે મેડિકલ સ્ટોરમાં ઈજન્જકશનનો જથ્થો નહીં તો બીજી તરફ કોરોનાના નામે ઈન્જેકશનમાં કરાયેલી અછત તેમજ સામે પ્રાઈવેટ હોસ્પિટલોને ઉઘાડી લૂંટથી દર્દીઓ લૂંટાતા બચાવી શકે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application