કોરોનાને લઈ થયો એક વધુ ખુલાસો, સંક્રમિત વ્યક્તિના આસુંથી લાગી શકે છે ચેપ

  • August 02, 2021 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્ર્મણ પર દુનિયા ભરમાં અલગ અલગ રિસર્ચ કરવામાં આવી રહી છે. એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસ સંક્રમિત દર્દીના આસુંથી પણ ફેલાય શકે છે. આ રિસર્ચ અમૃતસરના એક સરકારી મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી છે. આ રિસર્ચમાં 120 દર્દીઓના લીધેલા સેમ્પલ પર કરવામાં આવ્યું હતું. એક્સપર્ટનું કહેવું છે કે કોરોના સંક્ર્મણ વધારે પડતું શ્વાસથી ફેલાય છે. 

 

એક અહેવાલ મુજબ કોરોનાના 120 દર્દીઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 60 દર્દીઓના આસુંથી વાયરસ શરીરના બીજા હિસ્સામાં ફેલાયો હતો, જયારે બાકીના 60 દર્દીઓમાં આવું ના થયું હતું. સંશોધકોને 41 દર્દીઓમાં કોન્જુક્ટીવલ હાઇપ્રેમિયા, 38 માં ફોલિક્યુલર રિએક્શન, 35 માં કેમોસિસ, 20 દર્દીઓમાં મ્યુકોઇડ ડિસ્ચાર્જ અને 11 માં ખંજવાળ જોવા મળી હતી. આંખના લક્ષણો ધરાવતા લગભગ 37% દર્દીઓમાં અડધી માત્રમાં કોરોના ચેપ જોવા મળ્યો હતો. જયારે બાકીના 63% લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણો હતા. 

 

એક રિપોર્ટ અનુસાર લગભગ 17.5% દર્દીઓ કે જેમના આસુંના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. 11 દર્દીઓ (9.16%) ને આંખને લઈ ફરિયાદ હતી અને 10 (8.33%) ને આંખની કોઈ ફરિયાદ નહોતી. 

 

આ બધાની વચ્ચે એવી વાતો કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આ મહિનામાં આવી શકે છે. ત્રીજી લહેર દરમિયાન દરરોજ એક લાખ જેટલા કેસ સામે આવી શકે છે. જો હાલત બગડે તો રોજના દોઢ લાખ કેસ પણ આવી શકે છે. હૈદરાબાદ અને કાનપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) માં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલના નેતૃત્વ હેઠળના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રીજી લહેર ઓક્ટોબર મહિનામાં ખુબ હાઈ લેવલ પર હોય શકે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021