જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપની સુનામી યથાવત, વોર્ડ ૬માં પણ ક્લીન સ્વીપ
ગત ટર્મની સ્થિતિ ઉલટાઈ, ભાજપે તમામ બેઠકો જીતી; અત્યાર સુધીના તમામ પરિણામોમાં ભાજપનો જ વિજય
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સુનામી યથાવત રહી છે. તાજેતરમાં જાહેર થયેલા વોર્ડ નંબર ૬ના પરિણામોમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં આખી પેનલ વિજેતા બનાવી ક્લીન સ્વીપ નોંધાવ્યો છે.
ગત ટર્મમાં આ વોર્ડમાં ભાજપના માત્ર એક મહિલા ઉમેદવાર જ વિજેતા બન્યા હતાં, જ્યારે ત્રણ બેઠકો પર બસપાના ઉમેદવારો જીત્યા હતા. પરંતુ આ વખતે ભાજપે એક ઉમેદવારને ફરીથી ટિકિટ આપી અને ત્રણ નવા ઉમેદવારોને મોકો આપતાં ચારેય બેઠકો પર વિજય મેળવી સંપૂર્ણ પરિસ્થિતિ બદલી નાખી છે.
શહેરના અત્યાર સુધી જાહેર થયેલા તમામ વોર્ડના પરિણામોમાં ભાજપની પેનલો જ વિજેતા બની છે અને વિપક્ષો એક પણ બેઠક પર ખાતું ખોલાવી શક્યા નથી. જામનગર શહેર માટે આ એક ઐતિહાસિક પરિસ્થિતિ માનવામાં આવી રહી છે.
ભાજપના સતત વિજયોથી કાર્યકરોમાં જશ્નનો માહોલ છવાયો છે અને શહેરમાં સર્વત્ર કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે.