BREAKING NEWS

જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો ફરારી પુત્ર ઝડપાયો

  • June 01, 2026 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો ફરારી પુત્ર ઝડપાયો 


હિસ્ટ્રીશીટર હિતેષને રાજકોટ રેન્જની ટીમે દબોચ્યો: વાંકાનેર પંથકમાં દારૂના ગુનામાં નાસતો ફરતો હતો: આરોપી સામે કુલ ૧૯ ગુના


જામનગરના ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર હિતેષ બાંભણીયા વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલ બે કરોડના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો-ફરતો હતો. જેને રાજકોટ રેન્જની ટીમે ચોટીલા પાસેથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી. આરોપી સામે અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી, પ્રોહીબીશન જેવા કુલ ૧૯ ગુન્હાઓ નોંધાઇ ચૂકયા છે. 


રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને ઝડપી લેવા અપાયેલી સુચનાથી રેન્જ પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને ટીમ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા તપાસમાં હતાં. દરમિયાન પીએસઆઇ સી.એમ.કાંટેલીયા અને ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દા‚ના ગુનામાં નાસતા-ફરતા આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશી બાંભણીયા (રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં જામનગર) ને ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં નગીન હોટલ પાસે જાહેર રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી થવા સારૂ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.


પકડાયેલ આરોપી હિતેશ ઉર્ફે વાંગો અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૬ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મર્ડરના ૨ ગુના, ખૂનની કોશિશના ૨ ગુના, ધાડ પાડવાની પ્રયાસનો ૧ ગુનો, મારામારીના ૫ ગુના, દારૂના ૪ ગુના અને છેડતી જેવા અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત, વર્ષ ૨૦૨૪માં જામનગર પંચ એ ડીવીઝન પોલીસ મથકે તેની સામે ખૂનની કોશિશનો અને વર્ષ ૨૦૨૩માં જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયા હતા.આરોપી જામનગરના વોર્ડ નં.૧૦ માં ભાજપના મહિલા કોર્પોરેટર મંજુલાબેન નરશીભાઇ બાંભણીયાનો પુત્ર છે.


આ કામગીરીમાં પીએસઆઇ સી.એમ.કાટેલીયા, પી.સી.સરતેજા અને ટીમના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, નરેન્દ્રસિહ રાઠોડ, આશાબેન પટેલ તથા બલદેવસિહ વીરદી જોડાયેલ હતા.


​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application