સુરેન્દ્રનગર ખેતી બેન્કની ચૂંટણીમાં તમામ સીટ પર ભાજપનો વિજય

  • July 19, 2021 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરમાં આવેલી ખેતીબેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પુર્ણ થતા માર્ચ મહિનામાં ચુંટણી યોજાઇ હતી. જેમાં બન્ને પક્ષનાં આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા કોમ્યુનિટી હોલ ખાતે ચુટણી યોજાઇ હતી. જેમાં ભાજપ તરફી પેનલનો વિજય થયો હતો ત્યારે ખેતીબેંકનાં ચેરમેન તરીકે ફોર્મ ભરવાની તારીખ જાહેર થતા ફોર્મ ભરાયા હતા.


આ અંગે મળતી માહિતી મુજબ ખેડૂતો માટે ધિરાણ અને સરકારી લાભો લેવા માટે ખેતીબેંક ખુબજ ઉપયોગી બને છે. અને ખેતીબેંક થકી અનેક સેવાઓ ખેડુતો લેતા થયા છે ત્યારે આ ખેતી બેંકમાં ચેરમેન બનવા હોડજામે છે.ત્યારે માર્ચ મહિનામાં ખેતી બેંકની મૂળીમાં ચુટણી યોજાઇ હતી. જેમાં બન્ને પક્ષનાં આઠ ઉમેદવારો મેદાને હતા. જેમાં ઉમેદવારોએ એડીચોટીનુ જોર લગાવી મતદારોને રીઝવી મતદાન બુથ સુધી ખેંચી લાવી ૧૦૯૧ મતદાનમાં ૯૦૫ ખેડૂત મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરાવ્યો હતો. અને સમગ્ર જીલ્લામાં ૨૮માંથી ૨૫ સિટ ભાજપનાં ફાળે નોંધાઇ હતી. કોરોના મહામારીને કારણે જીલ્લા ખેતીબેંકનાં ચેરમેનની વરણી બાકી રહી ત્યારે શુક્રવારે અમદાવાદ ખાતે ભાજપ પક્ષનાં જ બે ઉમેદવારોએ ચેરમેન પદ માટે મૂળીનાં મંગળસિંહ પરમાર અને હળવદનાં ધીરૂભા રમભા ઝાલાએ પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. જયારે આગામી ૭ ઓગસ્ટનાં રોજ ચેરમેન માટે મતદાન યોજાશે.આ પ્રસંગે સુરસાગર ડેરીનાં ચેરમેન બબાભાઇ ભરવાડ, જશુભા સોલંકી, ધનશ્યામભાઇ પટેલ, ભુપેન્દ્રસિંહ પરમાર, નિરૂભા પરમાર, હિરાભાઇ પટેલ ઇન્દ્રસિંહ મસાણી સહિતનાં કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS