હળવદ યાર્ડની ચૂંટણીમાં ભાજપ બિનહરીફ: શક્તિ પ્રદર્શન, વિશાળ રેલી

  • July 27, 2023 01:42 PM 

સૌરાષ્ટ્ર કચ્છમાં આગવું નામ ધરાવતા હળવદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની તમામ બેઠકો બિનહરીફ થતા ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો. આજ દિન સુધી હળવદ માર્કેટિંગ યાર્ડમાં ક્યારે પણ કોંગ્રેસે સત્તાનો સ્વાદ ચાખ્યો નથી અને વર્ષોથી ભાજપે  પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.ચૂંટાયેલા સભ્યોનો્ સત્કાર સમારંભ ભવ્યતિ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો.ભવ્ય રેલી ધારાસભ્યના કાર્યાલયથી માર્કેટ યાર્ડ સુધી બિનહરિફ થયેલા ઉમેદવારોને સાથે રાખી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. હતું.જે  માર્કેટ યાર્ડ ખાતે જાહેર સભામા ફેરવાઈ ગય હતી.મોરબી જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ હળવદ ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વેપારી અને ખેડૂતોઓ સંગઠનના  હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.હળવદ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલની ૧૦,વેપારી પેનલની ૪ અને ખરીદ વેચાણ સંઘની ૧ મળી કુલ ૧૫ બેઠકો ભાજપ તરફી બિનહરીફ થઈ  હતી.માકેટીગ યાડે માં ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો. ત્યાંરે વિજય ઉત્સવો મનાવા હળવદ હરીદર્શન ચોકડી પાસે આવેલ ભાજપ કાર્યાલયથી બિનહરીફ થયેલ ઉમેદવારોની હાજરીમાં રેલી કાઢવામાં આવી હતી જે રેલી શહેરના મુખ્ય માર્ગો  સરા ચોકડી થય  માર્કેટ યાર્ડ  ખાતે સભા માં ફેરવાઇ હતી.એક કિલોમીટર જેટલી લાંબી રેલી યોજાઈ હતી.વદે માતરમ્..ભારત માતા કી જય..જેવા નારા ગુંજી ઉઠ્યા હતા.


 બિન હરીફ થયેલ તમામ ઉમેદવારો ના સત્કાર સમારંભ ્ કાર્યક્રમમાં   ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા,જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા,પુર્વ ચેરમેન રણછોડભાઈ પટેલ,તહળવદ શહેર ભાજપ  પ્રમુખ અજયભાઈ રાવલ, ગ્રામ્ય પ્રમુખ મનસુખભાઇ પટેલ, રજનીભાઈ સંઘાણી, શંકરલાલ પટેલ, નવ નિયુક્ત ભાજપના હોદ્દેદારો સહિત વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિતિ રહ્યા હતા.સમગ્ર  કાર્યક્રમનું સંચાલન રમેશ (ભગત) દલવાડી, તપનભાઈ દવે,ધનશયભાઈ ગોહિલ સહિતનાએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application