હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બનવા માટે ભાજપના બે ગ્રુપમાં એડીચોટીનું જોર

  • March 17, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૨૦માંથી ૧૬ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કબજો મેળવ્યો હતો.ત્યારે હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ નો તાજ કોના શિરે પ્રમુખની સીટ  માટે ધારાસભ્ય જૂથ અને જયંતીભાઈ કવાડિયા જૂથ બંને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. બંને ગ્રૂપના સભ્યો પ્રમુખ પદ માટે પોતાની તમામ તાકાત લગાવી રાજકીય આકાઓના શરણે પહોંચી ગયા છે. આગામી ૧૭મી તારીખે તાલુકા પંચાયત પ્રમુખની વરણી થવાની છે .

તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સામાન્ય મહિલા અનામત હોવાથી ધારાસભ્ય ગ્રુપમાંથી વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા.જે પુવે તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ના પત્ની છે.જ્યારે જયંતીભાઈ કવાડિયા ગ્રુપ માટે રણમલપુરના ના પાટીદાર મહિલા ઉમેદવાર અસ્મિતાબેન વરમોરા બંને વચ્ચે પ્રમુખનો તાજ માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે. અત્યારે તો હળવદ તાલુકા પંચાયત પ્રમુખ પદ કબજે કરવા સામ દામ દંડ અને સભ્યોને તોડ જોડ નીતિ અપનાવી રહ્યા નું જાણવા  મળી રહ્યું છે .ત્યારે આગામી દિવસમાં તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બનશે એ તો ૧૭ તારીખે ખબર પડશે હાલ તો બંને ગ્રૂપના રાજકીય ગોડફાધરો એડી ચોટીનું જોર પ્રમુખની ખુરશી માટે લગાવ્યું છે પ્રમુખ કોઈપણ આવે પરંતુ હળવદ તાલુકા ના વિકાસ માટે લોકો ઝંખી રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS