ભાવનગર જિલ્લા અને તાલુકા પંચાયતો- નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. ભાવનગર જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકામાં ભાજપે વિજય મેળવી સત્તા મેળવી છે. ભવ્ય જીત મળતા ભાજપ અગ્રણી -કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી હતી, જયારે કોંગ્રેસનો પરાજય થતા કોંગ્રેસ અગ્રણી -કાર્યકરોમાં નિરાશા ફરી વળી હતી.
ભાવનગર જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત, ૩ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગત તા. ર૮ ફેબ્રુઆરીએ યોજાય હતી અને મંગળવારે સવારે ૯ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આશરે ૬૦.પ૬ ટકા મતદાન અને ૧૦ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૬૦.૮૯ ટકા મતદાન નોંધાયુ હતુ, જયારે ૩ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૦.૮૭ ટકા મતદાન નોંધાયુ હતું. ભાવનગર જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત (ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલિતાણા, ગારિયાધાર, સિહોર, ઉમરાળા, વલભીપુર), ૩ નગરપાલિકા મહુવા, પાલિતાણા, વલભીપુરની ચૂંટણી યોજાય હતી. આ તમામ ચૂંટણીના પરિણામ જાહેર થતા સાંજ પડી ગઈ હતી. ભાવનગર જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને ૩ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો, જયારે ગારિયાધાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો હતો.
ભાવનગર જિલ્લા પંચાયતની ૪૦ બેઠકમાંથી ૩૧ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો હતો અને સત્તા મેળવી હતી, જયારે કોંગ્રેસે ૭ અને આમ આદમી પાર્ટીએ ૧ બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તળાજા, જેસર, ઘોઘા, ભાવનગર, પાલિતાણા, મહુવા, વલભીપુર, સિહોર અને ઉમરાળા તાલુકા પંચાયતમાં પણ ભાજપે વધુ સીટ મેળવી સત્તા મેળવી છે, જયારે મહુવા, પાલિતાણા અને નગરપાલિકામાં પણ ભાજપે કબજો કર્યો છે. એકમાત્ર કેટલીક બેઠક જીતવા ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જામી હતી અને કેટલાક ઉમેદવારો સામાન્ય મતની લીડથી જીત્યા હતા.
ગત ટર્મમાં ભાવનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 23 બેઠક સાથે સત્તા મેળવી હતી. ભાવનગર જિલ્લા પંચાયતમાં ગત વર્ષ ર૦૧૦માં ભાજપ સત્તામાં આવી હતી અને પાંચ વર્ષ શાસન કર્યુ હતુ પરંતુ ત્યારબાદ ગત વર્ષ ર૦૧પમાં થયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોએ કુલ ૪૦ બેઠકમાંથી કોંગ્રેસને ર૩ બેઠક આપી સત્તામાં બેસાડી હતી અને ભાજપને ૧૭ બેઠક મળી હતી. આ ચૂંટણી સમયે પાટીદાર આંદોલન અને ખેડૂતોનો રોષ ભાજપને નડયો હતો. કોંગ્રેસે અઢી વર્ષ સત્તા ભોગવી હતી પરંતુ અઢી વર્ષની પ્રમુખની ટર્મ પૂર્ણ થતા પ્રમુખની ચૂંટણી યોજાય હતી, જેમાં કોંગ્રેસના કેટલાક નારાજ સભ્યો ભાજપમાં ભળી જતા સત્તા પરિવર્તન થયુ હતું. કોંગ્રેસના આશરે ૪ સભ્યો ભાજપમાં ભળી ગયા હતા તેથી ભાજપે અઢી વર્ષ સત્તા ભોગવી હતી. જિલ્લા પંચાયતમાં છેલ્લા અઢી વર્ષ ભાજપ પાસે ર૧ બેઠક અને કોંગ્રેસ પાસે ૧૯ બેઠક હતી. મતદારોએ કોંગ્રેસને સત્તા આપી હતી પણ કેટલાક સભ્યો ભાજપમાં ભળી જતા ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી હતી. આ ચૂંટણીમાં ભાજપે ફરી તાકાત દેખાડી હતી અને ૪૦ બેઠકમાંથી ર૩ બેઠક કબજે કરી હતી, જયારે કોંગ્રેસને ૭ અને આપને ૧ બેઠક મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationમોંઘા પડ્યા પિઝા : ડોમિનેઝ પિઝામાં સાઈબર એટેક : 10 લાખ કસ્ટમરના ક્રેડિટ કાર્ડની ડિટેલ ચોરાઈ
April 20, 2021 09:59 AMકચ્છમાં કોરોના કેર વચ્ચે વહીવટી તંત્ર ઘૂંટણિયે
April 20, 2021 09:39 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech