વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન: પ્રમુખપદે વર્ષાબા ઝાલા, ઉપપ્રમુખ ભૂમિકાબેન વિજવાડિયા

  • March 18, 2021 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપનો ભગો લહેરાયો હતો અને ભાજપનાં પ્રમુખ ઉપપ્રમુખ પદના ઉમેદવારોનો વિજય થયો હતો. વાંકાનેર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તાલુકા પંચાયતના હોલમાં ડેપ્યુટી ડીડીઓ-પી.વી.સવૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. જેમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ફાતુબેન યુનુસભાઈ શેરસિયા હતા આજરીતે ઉપપ્રમુખ પદે ભાજપમાંથી ભૂમિકાબેન અજયભાઈ વિજવાડિયા જયારે કોંગ્રેસમાંથી વાલજીભાઈ રાઘવજીભાઈ ચૌહાણના નામના ફોર્મ ભરાયા હતા. તાલુકા પંચાયતના ૨૪ સભ્યોમાંથી ૨૩ સભ્યો હાજર રહ્યા હતા એક સભ્ય ગેરહાજર હતા ચૂંટણી પ્રક્રિયામાં હાથ ઉંચા કરી મતદાનના અંતે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખપદે વર્ષાબા ઝાલા અને ઉપપ્રમુખ પદે ભૂમિકાબેન વીંજવાડિયાને ૧૩-૧૩ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારોને ૧૦-૧૦ મત મળ્યા હતા અને ભાજપના બન્ને ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા અને કોંગ્રેસના ઉમેદવારોનો પરાજય થયો હતો.આઝાદી બાદ પ્રથમ વખત તાલુકા પંચાયત કબજે કરવામાં ભાજપ યુવા અગ્રણી નેતા અને યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાનો મહત્વનો ફાળો રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારનો સતત પ્રવાસ અને ગામે ગામ અગ્રણીઓને સાથે રાકી પ્રજાના પ્રશ્ર્નેને ચોક્કસપણે વાચા અપાશે તેવી ખાતરીઓ આપી ૧૩ સભ્યોને વિજય બનાવી તાલુકા પંચાયત કબજે કરવામાં યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાની મહેનત રંગ લાવી છે.


પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પુરી થતા જ વિજય સરઘસ નિકળ્યું હતું ઢોલ-ફટાકડા અને રંગબેરંગી ફુવારા સાથે વિજય સરઘસ તાલુકા પંચાયતેથી શરૂ થઈ શહેરના રાજ માર્ગો ઉપર ફરી દિવાનપરા સ્ટેચ્યુ ચોકમાં વાંકાનેરના પૂર્વ રાજવી અમરસિંહ બાપુના સ્ટેચ્યુને ભાવવંદના સાથે ઉપસ્થિત સૌનો આભાર માની પૂર્ણ થયું હતું.તાલુકા પંચાયત કબજે કરવામાં ભાજપને સફળતા મળતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ હૃલ્લભજીભાઈ દેથરિયા પણ વાંકાનેર આવી પહોંચ્યા હતા અને આ વિજયનો યશ યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા અને ભાજપના સર્વે કાર્યકરો અને સંગઠનથી હાંસલ થયો છે. તાલુકા ભાજપના સંગઠનના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં સવારથી તાલુકા ભાજપ કાર્યાલયે ઉમટી પડયા હતા અને ભાજપ તાલુકા પંચાયત ઉપર ભગવો લહેરાવ્યાની ખુશી દીવાળી જેવી રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS