ભાજપનું રાજકોટ: કોંગ્રેસ ખતમ

  • February 23, 2021 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં ફરી ભાજપનું શાસન આવી ગયું છે. આજે સવારે જુદા જુદા 6 સ્થળોએ મતગણતરી શરુ થઇ ત્યારથી જ ભાજપ્ની આખે આખી પેનલને લીડ મળતી જોવા મળતી હતી અને આં ટ્રેન્ડ ચાલુ જ રહ્યો હતો.18 વોર્ડઙ્ગી 72 બેઠકમાંઙ્ખી ભાજઙ્કે 68 બેઠક જીતી લીધી છે. જયારે કોંગ્રેસઙ્ગે માત્ર ચાર બેઠક છે. શરૂઆતમાં જ વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 10માં ભાજપ્નો જંગી બહુમતીથી વિજય થયો હતો. શહેરના તમામ 18 વોર્ડમાં ભાજપ્ની પેનલને લીડ જોવા મળી રહીહતી અને આ ટ્રેન્ડ જોતા ભાજપ આ વખતે ઈતિહાસ સર્જશે તેવું લાગી રહ્યુંહતું પરંતુ વોર્ડ નંબર 15મા કોંગ્રેસની પેનલ જીતી જતા કોંગ્રેસને સમ ખાવા પુરતી બેઠક મળ્યાનો સંતોષ માન્યો છે.

 

વોર્ડ નં.1,2,4,5,6,7,8,9,10, 11,12,13,14,16,17,18 સહિત ભાજપ્ની આખે આખી પેનલનો વિજય થયો છે. રાજકોટમાં કેસરિયો લહેરાતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ભાજપે રાજકોટમાં એતિહાસિક જીત મેળવતા કાર્યકરો ભારે ઉત્સાહમાં છે અને વિરાણી ચોકમાં કાર્યકરોએ ફટાકડા ફોડીને ભાજપ્ના વિજયને વધાવ્યો છે.આજે આ લખાય છે ત્યારે વોર્ડ નંબર 3ની ગણતરી ચાલી રહી છે અને શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ્ની પેનલ આગળ નીકળી ગઈ છે.


મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં ભાજપે જોરદાર વિજય હાંસલ કરતા કાર્યકરો અને નેતાઓ ભારે ખુશખુશાલ છે અને મીઠાઈઓ વહેચી આ ખુશીની ઉજવણી કરી હતી.
રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ હતી અને તેમાં પણ ભાજપ્ના ઉમેદવારોને વધુ મત મળ્યા હતા. બાદમાં  ઈવીએમ ખોલવામાં આવ્યા હતા અને ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે રાજકોટમાં ભાજપમાં 68 બેઠક ઉપર જીત્યો છે. અને 4 બેઠક કોંગ્રેસે મેળવી  છે. ભાજપ્ના ભગવતીપરા વિસ્તારમાં ભાજપ્ના એક ઉમેદવાર વિજયી બન્યા છે. આ ઉપરાંત વોર્ડ નં.7માં ભાજપ્ની પેનલ જીતી છે. કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે.


રાજકોટમાં આજે અલગ અલગ 6 જગ્યાએ મનપાની ચૂંટણીનું મત ગણતરી કરવામાં આવી રહી છે. ચૌધરી હાઇસ્કૂલ ખાતે આ વર્ષે એલઈડી સ્ક્રિન પર પરિણામ આપવાના બદલે લગ્ન જેવા મંડપો બાંધવામાં આવ્યા છે અને સ્પીકરમાં બોલીને લોકો સુધી પરિણઆમ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં 6-6 જગ્યા પર મતગણતરી રાખતા પોલીસ અને વહીવટી તંત્ર સહિત તમામ અધિકારીઓ-કર્મચારીઓ મૂંઝવણમાં મૂકાયા હતા.


રાજકોટ મનપાની ચૂંટણીમાં 18 વોર્ડના 273 ઉમેદવારો ઝંપલાવ્યું હતું. . 21 ફેબ્રુઆરીએ રાજકોટ મનપાની ચૂંટણીમાં 50.75 ટકા મતદાન થયું હતું. રાજકોટ મનપાની ચૂંટણીમાં ગત 2015ની ચૂંટણી કરતા એક ટકા મતદાન વધ્યું છે. 2015માં મનપાની ચૂંટણીમાં 49.53 ટકા મતદાન થયું હતું. જેના પરિણામે ભાજપ્ને 38 અને કોંગ્રેસને 34 બેઠક પર જીત મળી હતી. આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિ-પાંખીયો જંગ ખેલાયો છે. આ વખતે રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ 60 ટકા મતદાન થવાની શક્યતા હતી પરંતુ તેની અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે. સ્ત્રી કરતા પુરૂષ મતદારોનું 8 ટકા મતદાન વધુ છે.

 


આ વર્ષે કોરોના ગાઇડલાઈન વચ્ચે રાજકોટ માનપમાં ત્રિ-પાંખીયો જંગ જરૂર છે. જેની સામે મતદારોએ પણ કોવિડ ગાઇડલાઇન જાળવી ઈવીએમથી સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું હતું. ગત ચૂંટણીમાં રાજકોટ મનપાના વોર્ડ નંબર 15માં સૌથી વધુ 61.89% મતદાન થયું હતું જ્યારે આ વખતે 58.18 ટકા મતદાન નોંધાયું છે. એટલે કે 2015ની દ્રષ્ટિએ 3 ટકા ઓછું મતદાન થયું છે. 2015માં વોર્ડ નંબર 2માં સૌથી ઓછું 42.72 ટકા મતદાન થયું હતું જેની સામે આ વર્ષે વોર્ડ નંબર 1માં સૌથી ઓછું 45.16 ટકા મતદાન નોંધાયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS