પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખો પસંદ કરવા આજથી ભાજપ પ્રદેશ પાર્લામેંન્ટરી બોર્ડની બેઠક

  • March 11, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોળાષ્ટક પહેલા કામ પુરું કરાશે: 4 દિવસ બેઠક ચાલશે



સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ભાજપ તરફથી આવવાના પગલે મહાનગર પાલિકાઓમાં મેયર અને પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આજથી પંચાયત અને પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેંન્ટરી  બોર્ડની બેઠક નો દોર ચાલશે. 21 માર્ચ થી હોળાષ્ટક બેસી રહ્યા તે પહેલા નગરપાલિકા અને પંચાયતોમાં પદાધિકારીઓને નિમણૂક આપી દેવામા આવશે. આજથી શરૂ થતી પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક 14 માર્ચ સુધી ચાલશે.

 


અત્રે નોંધવું જરૂરી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને 75નગરપાલિકા 31 જિલ્લા પંચાયતને 208 જેટલી તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે ,ત્યારે આ તમામ સંસ્થાઓ માં પાંચ વર્ષ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક બોલાવવા માટે રાજ્યના વિકાસ કમિશનર અને કલેકટરે જાહેરનામાં બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે

 


આથી આ નગરપાલિકા જિલ્લા પંચાયત મા પદાધિકારીઓની નિમણૂક હાથ ધરવાની પ્રક્રિયાઓ આજથી શરુ થઈ છે જે આગામી રવિવાર સુધી ચાલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં શરૂ થયેલી પાર્લામેંન્ટરી બોર્ડની બેઠકમાં ભાજપ અધ્યક્ષ ઓ સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિ વચ્ચે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આગામી તારીખ 15 માર્ચ સોમવારથી વિવિધ નગરપાલિકાઓમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં સામાન્ય સભા બોલાવવાની પ્રક્રિયા શરૂ થશે અને નવા પદાધિકારીઓની નિમણૂક થયા બાદ જ બેઠક મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS