ચોટીલા યાર્ડમાં પ્રથમ વખત ભાજપ પેનલ બિનહરીફ થઈ

  • December 20, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા માર્કેટિંગ યાર્ડની ચૂટણીમાં સર્વ પ્રથમ વખત ભાજપની પેનલ બિન હરીફ થતા સહકારી ક્ષેત્રનાં રાજકારણમાં પાર્ટીએ પકડ જમાવતા સ્થાનિક રાજકારણમાં ચર્ચા નો વિષય બનેલ હતો
પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા યાર્ડનાં ચેરમેન સદસ્યોની ચૂટણી અનુસંધાને નામાંકન પ્રક્રિયા સોમવારે યોજાયેલ જેમાં ભાજપ દ્વારા ખેડૂત પેનલમાં જયરાજભાઈ ભરતભાઈ ઘાંધલ, વાજસુરભાઈ પુનાભાઈ આહીર, આંબાભાઈ ભાદભાઈ ઓળકીયા, ઉમેદભાઈ વિરાભાઈ વિક્મા, રામભાઈ મોતીભાઈ સાંબડ, મહેશભાઈ મનહરદાસ મારાજ, જયવીરભાઈ દાદભાઈ ખાચર, જીજ્ઞેશભાઈ વિરજીભાઈ પરાલીયા, રણછોડભાઈ સંગ્રામભાઈ રબારી, રૂપાભાઈ કરશનભાઈ ભરવાડ, અને વેપારી પેનલમાં યજુવેન્દ્રસિંહ વજુભા ચોહણ, હિતેશભાઈ શાંતીલાલ માલકીયા, દેવરાજભાઈ હિરાભાઈ ઘાંધળ, જીશેશભાઈ અરવિંદભાઈ ખંધાર મળી ૧૪ની ડીરેક્ટરોની પેનલ ચૂટણી અધિકારી સમક્ષ રજૂ કરાયેલ હતી



ચોટીલા યાર્ડનાં ઉમેદવારી પત્રક ભરવાનાં અંતિમ સમય સુધી અન્ય કોઇ ઉમેદવારી પત્ર રજુ થહીં થતા પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થયેલ હતી આગામી દિવસોમાં યાર્ડના ચેરમેનેની ચૂટણી નિર્ધારિત તારીખે યોજાશે જેમા ખેંચતાણ થશે કે બિનહરીફ તે જોવાનું રહેશે. 



ચોટીલા યાર્ડની ધુરા આમ તો વર્ષોથી કાઠી સમાજનાં વર્ચસ્વ હેઠળ રહી છે સ્વ.ચેરમેન ભરતભાઇ ધાધલ છેલ્લ ા ૩૫ વર્ષ સુધી બિન હરીફ ચૂટાયા છે. તેમના અવસાન બાદ પ્રથમ ચૂટણી છે જેમા પ્રથમ વખત પાર્ટી પ્રેરિત પેનલ બિનહરીફ થયેલ છે પરંતું આગમી ચેરમેનનો મેન્ડેટ કોને અપાશે તે સસ્પેન્સ છે જો કે સ્વ.ચેરમેનનાં પુત્ર જયરાજભાઈ પ્રથમ ક્રમે છે અન્યોનાં નામ પણ ચર્ચામાં હોવાનું કહેવાય છે ત્યારે પાર્ટી મેન્ડેટ માટે કવાયત રહેશે તેવું જણાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application