જિલ્લામાં ૨૦૧૫ કરતા ૭ વઘુ તાલુકા પંચાયત કબજે કરતું ભાજપ

  • March 03, 2021 09:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં 10માંથી નવ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે. કુલ 210 બેઠકોમાંથી ભાજપને 138 અને કોંગ્રેસને 55 બેઠકો મળી છે. ઘોઘા તાલુકા પંચાયત કે જયાં આજ સુધી કોંગ્રેસનું જ શાસન રહ્યું છે ત્યાં પણ ભાજપે જીત મેળવી છે.

 

 

ભાવનગરની 10 તાલુકા પંચાયતની 210 બેઠકો માટે  પરિણામ જાહેર થયા જેમાં 2015ના પરિણામથી તદ્દન વિપરિત પરિણામ રહ્યું છે.2015માં પંજાના ફાળે જિલ્લાની 10 પૈકી 8 તાલુકા પંચાયત આવી હતી તેમાં આ વખતે માત્ર એક જ ગારિયાધાર તાલુકા પંચાયત આવી છે.  ભાજપના ફાળે 2015માં માત્ર બે ભાવનગર અને મહુવા તાલુકા પંચાયત હતી તે હવે વધીને 9 થઇ ગઇ છે. એટલે 7 તાલુકા પંચાયતનો સીધો વધારો આ વખતે થયો છે. ભાવનગર જિલ્લામાં ગત ચૂંટણીમાં કુલ 210 બેઠક પૈકી ભાજપના ફાળે 91 બેઠક હતી તે આ વખતે વધીને 138 થઇ જતા 47 બેઠકોનો સીધો ફાયદો ભાજપને થયો છે. જ્યારે કોંગ્રેસના ફાળે 2015માં 108 બેઠક હતી તે આ વખતે ઘટીને 55 થઇ ગઇ છે. તો અન્યના ભાગે 2015માં 11 બેઠકો હતી તે આ વખતે ઘટીને 7 થઇ ગઇ છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS