વોર્ડ નં.5માં ભાજપના લુણાગરિયા, સાકરિયા, ગોલતર અને ગોહિલ ચૂંટાયા: ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા દક્ષાબેનનો પરાજય

  • February 23, 2021 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય વોર્ડની માફક આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નોંધપાત્ર મત મળ્યા


શહેરના અન્ય વોર્ડની માફક વોર્ડ નં.5માં પણ ભાજપના દિલીપભાઈ હિરજીભાઈ લુણાગરિયા, હાર્દિક પ્રહલાદભાઈ ગોહિલ, વજીબેન કડવાભાઈ ગોલતર અને રસીલાબેન પ્રવીણભાઈ સાકરિયા તેમના નજીકના પ્રતિસ્પર્ધીઓ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસને હરાવીને વિજેતા જાહેર થયા છે. ભાજપ્ના લુણાગરિયાને 15131, સાકરિયાને 13180, ગોલતરને 17170 અને ગોહિલને 17798 મત મળ્યા છે.


કોંગ્રેસના જીતેન્દ્ર રૈયાણીને 7195, ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા અને ચૂંટણી લડી રહેલા દક્ષાબેન ભેંસાણિયાને 6482, લાભુબેન ગીરીશભાઈ ઠુંગાને 5456 અને હર્ષદ વશરામભાઈ વઘેરાને 5361 મત મળ્યા છે. આમ આદમી પાર્ટીના નીતાબેન ચંદુભાઈ રૈયાણીને 4957, પ્રતીક કૃષ્ણકાંત ગઢિયાને 6056, મૌલિક ચિત્રોડાને 1911 અને રિનલ જોગીને 1730 મત મળ્યા છે. આ વોર્ડમાં કુલ 94291નું મતદાન થયું હતું અને તમામ મત માન્ય રાખવામાં આવ્યા હતા. ભાજપ્ને 56.32, કોંગ્રેસને 26.13, આમ આદમી પાર્ટીને 16.81 અને અપક્ષોને 1.30 ટકા જેટલા મત મળ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS