BREAKING NEWS

ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન અંગે કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન

  • April 08, 2026 06:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

*ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન અંગે કર્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન*

*કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આ*વેલા અપમાનજનક નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું*

*ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ ના અપમાનનો જડબાતોડ જવાબ આપશે*

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા અપમાનજનક નિવેદનને સખત શબ્દોમાં વખોડતી અને આજે એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા અપમાનજનક નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવેલ. ખડગેએ કરોડો ગુજરાતીઓને "અભણ" અને "મૂર્ખ" કહ્યા છે, જે 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. જો જનતાએ કોંગ્રેસને વારંવાર નકારી હોય, તો તેનો અર્થ એ નથી કે જનતા મૂર્ખ છે; તેનો અર્થ એ છે કે કોંગ્રેસની નીતિઓ અને દાનત બંનેમાં ખોટ છે.


ગુજરાતીઓ નું દેશ ને અને આ વિશ્વ ને યોગદાન ની વાત કરતા જણાવેલ કે, ગુજરાતની ધરતીએ દેશને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ આપ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશ માટે સમર્પિત થઈને કાર્ય કરી રહ્યા છે, જે કોંગ્રેસથી સહન થતું નથી. કોંગ્રેસે વર્ષોથી ગુજરાત પ્રત્યે ધૃણા રાખી છે અને સરદાર પટેલ તથા મોરારજી દેસાઈ જેવા નેતાઓની ઉપેક્ષા કરી છે. કોંગ્રેસે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણનો વિરોધ કર્યો હતો અને નર્મદા યોજનામાં પણ અવરોધો ઊભા કર્યા હતા.


ગુજરાતીઓ નું આર્થિક યોગદાન અને સિદ્ધિઓ ગણાવતા, તથા આંકડા જણાવવામાં આવેલ, જે ગુજરાતીઓને 'અભણ' કહેવામાં આવ્યા છે, તેમના યોગદાનના આંકડા - જીડીપી (GDP): ભારતની કુલ જીડીપીમાં ગુજરાત 8% થી વધુ યોગદાન આપે છે. ઔદ્યોગિક ઉત્પાદન: દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17% છે. કાર્ગો હેન્ડલિંગ: ગુજરાતનો દરિયા કિનારો દેશનો 40% કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે. રિન્યુએબલ એનર્જી: દેશની કુલ રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો 16.50% હિસ્સો છે. ઔદ્યોગિક હબ: ગુજરાત ડાયમંડ, કેમિકલ અને ટેક્સટાઇલમાં અગ્રેસર છે. સાણંદ 'ઓટો હબ' તરીકે પ્રસ્થાપિત થયું છે અને સાણંદ-ધોલેરા હવે 'સેમિકન્ડક્ટર હબ' તરીકે ઉભરી રહ્યા છે.


જામનગર શહેર ભાજપ દ્વારા પ્રેસ કોંફ્રેન્સ કરી કોંગ્રેસ નેતૃત્વને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું તેઓ આ નિવેદનથી સહમત છે? જો નહીં, તો તેમણે જાહેરમાં માફી માંગવી જોઈએ.કોંગ્રેસની આ ઝેરીલી માનસિકતાને કારણે જ જનતાએ તેમને 30 વર્ષથી સત્તાથી દૂર રાખ્યા છે.ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ અપમાનનો જડબાતોડ જવાબ આપશે.


આ પ્રેસ કોંફ્રેન્સ માં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, ભાજપ જામનગર શહેર મીડિયા સેલ ક્ન્વીનર ભાર્ગવ ઠાકર, સહ કન્વીનર નિકુલદાન ગઢવી, રમેશભાઈ રૂપારેલ ઉપસ્થિત રહ્યા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News