વિકાસમંત્રને વરેલી ભાજપ સરકારે દેવાની ટકાવારીમાં ઘટાડો કર્યો છે-નીતિન પટેલ

  • March 17, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્રની વિવિધ વિભાગોના ચચર્નિા અંતિમ દિવસે નાણામંત્રી નીતિન પટેલે જવાબ આપતા રાજ્યના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો જેમાં 85 જેટલા ધારાસભ્યોએ સૂચનો, આક્ષેપો પણ સરકાર સામે થયા હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

 


આ તકે ધારાસભ્યોને ટકોર કરતાં જણાવ્યું હતું કે, એકલા આક્ષેપો કરવાને બદલે આધાર-પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરો. વોટ્સએપ કે એસએમએસ કરવાને બદલે લેખિત રજૂઆત કરશો તો નિર્ણય કરી શકાય.

 


રાજ્યમાં 1995થી ભાજપ સરકાર છે ત્યારથી ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા ચાલી રહી છે. તમામ વર્ગના લોકોને સાથે રાખીને ચાલ્યા છીએ. વિપક્ષને વિરોધ કરવા માટે ઘાસની ગંજીમાંથી સોય ગોતવા જેવી સ્થિતિ છે.

 


1960-61 સ્થાપ્ના સમયે રાજ્યમાં જીએસટીપીની આવક 738 કરોડ હતી. માથાદીઠ આવક ા.362 હતી. 1995થી ભાજપ્નું શાસન છે. રાજ્યમાં આજે માથાદીઠ આવક 2,16,329ની થવા પામી છે. રાજ્યમાં નર્મદા યોજના આજે આગળ વધી છે. આજે ગૌરવથી કહેવું છે કે ગુજરાતનું દૂધ શહેરોમાં ફાઈવસ્ટાર હોટેલ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ જતું થયું છે.

 


આજે વિરોધપક્ષ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ દેવા અંગે કરેલા આક્ષેપોનો જવાબ આપતા નીતિન પટેલે જણાવેલ કે સરકાર દ્વારા લોન લેવાની પ્રજા પ્રણાલી છે. અમેરિકા, લંડન જેવા દેશો પણ લોનવાઈઝ વિકાસ માટે લ્યે છે.

 


1987-88માં સરકારનું દેવું 3579 કરોડ હતું જે ત્યાર પછીના વર્ષોમાં દેવું વધ્યું હતું જેની ટકાવારી 22 ટકા થઈ છે. નાણામંત્રી વજુભાઈ વાળાએ 18 વખત બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી તરીકે 8મી વખત બજેટ રજૂ કરવાની તક મળ્યાની વાત નીતિનભાઈ પટેલે કરી હતી.

 


વિરોધપક્ષના સભ્યોનું નામ લીદા વગર નીતિનભાઈ પટેલે આક્ષેપ કર્યો હતો કે ગૃહના સભ્યએ દા પીવા દેવુ કયર્નિા મુદ્દે દુ:ખ વ્યકત કર્યું હતું તેના પરથી તેમના વિચારો કેવા છે તે સ્પષ્ટ થાય છે.

 


કોરોનાની બિમારી વખતે કોઈ ખર્ચ થયો નથી તેવા આક્ષેપ્નો જવાબ આપતા જણાવેલ કે કોરોના વખતે .1800 કરોડનો દર્દીઓની સારવાર પાછળ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં છેલ્લા 25 વર્ષના ભાજપ્ના સુશાસન દરમિયાન દેવાની ટકાવારીમાં ઘટાડો થયો છે. નર્મદા યોજના પાછળ 65000 કરોડથી વધુ ખર્ચ કરી દીધો છે. રાજ્યની વિકાસયાત્રામાં ખેડૂત, ઉદ્યોગકારો, શિક્ષકો, વ્યારીઓનો મોટો હિસ્સો છે. પ્રજાને સંતોષ આપવા અમારો મંત્ર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS