ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એક, કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં : સીએમ અરવિંદ કેજરીવાલ

  • June 14, 2021 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી માટે આવતા દિવસોમાં કેટલાકે કપરા ચડાણ માં નવું ચેપ્ટર ઊમેરાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ગુજરાત ખાતેના અમદાવાદના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારભં કરાવવાની સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ એક પક્ષ મેદાનમાં આવ્યો છે. ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો છે.   


 
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને હફાવી દીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં મળેલી સફળતા ધ્યાનમાં રાખીને વિધાનસભા ૨૦૨૨માં સક્રિયપણે ચૂંટણી લડવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ હજી તેના નેતૃત્વને લઇને કોઈ નિર્ણય કરી શકયા નથી ત્યારે આપ દ્રારા અમદાવાદમાં કાર્યાલયનું ઉદઘાટન કરી દેવામાં આવ્યું છે.

 

આ સાથે જ પત્રકાર રહી ચુકેલા ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમને ખેસ પહેરાવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવકાર્યા હતા તો સાથે જ પત્રકાર પરીષદ સંબોધી અને ભાજપ-કોંગ્રેસ પર આંકરા પ્રહાર કરી ઈસુદાન ગઢવીના ભરપુર વખાણ કર્યા હતા.   

 

પત્રકાર પરિષદને સંબોધતા સીએમ કેજરીવાલે માત્ર ભાજપને જ નહીં કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી.  તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ એક છે અને કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ગુજરાતની ખરાબ પરિસ્થિતિ છે કારણ કે અહીં ભાજપ કોંગ્રેસ સાથે કામ કરે છે. ભાજપને જરૂર પડી ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. છેલ્લા 27 વર્ષથી બંને પાર્ટીની મિત્રતા છે જેમાં ભોગ ગુજરાતના કરોડો લોકોનો લેવાયો છે. 

 

ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરે છે, કોરોના સમયે ગુજરાતને અનાથની જેમ ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યું. આજે દિલ્હીમાં વિજળી ફ્રી છે પરંતુ ગુજરાતમાં વિજળી મોંઘી છે. અહીં યુવાનો બેરોજગાર છે અને હોસ્પિટલોની હાલત પણ ખરાબ છે. પરંતુ હવે ગુજરાતના લોકો નવો વિકલ્પ મળ્યો છે અને ગુજરાતી લોકો પોતાનું મોડલ ખુદ તૈયાર કરશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS