ભાજપના ગુજરાતના પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાશે

  • June 11, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગપે આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પ્રવાસે છે. સરકાર અને સંગઠનના તમામ આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજશે અને સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જળવાય તેના માટે મહત્વની ચર્ચા કરશે. આજે બપોરે કમલમ ખાતે પ્રમુખ સી.આર.પાટીલ મુખ્યમંત્રી વિજય પાણી નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી કોર કમિટીના સભ્યો સાથે મહત્વની બેઠક મળી હતી લગભગ અઢીથી ત્રણ કલાક ચાલનારી આ બેઠક દરમિયાન સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ તરત જ વકરેલા કોરોના ની સ્થિતિ માં સરકાર તથા સંગઠન દ્રારા કરવામાં આવેલા કામો અને અને તેમાં રહી ગઈ ક્ષતિઓ ને દુર કરવા મંથન કરવામા આવ્યુ હતુ.

 


આ સિવાય મોંઘવારી વેપાર–ધંધા ઠપ્પ થઇ જવાના કારણે કાર્યકરો હવે પાર્ટી ના કામ માટે તોડવા માગતા નથી તે નિરાશાને દૂર કરવા ભૂપેન્દ્ર યાદવ ત્રણ દિવસમાં સંગઠનની જુદી જુદી પાઠ ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરશે ગત સાહે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મહામંત્રીઓ પ્રભારી બેઠકમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો વચ્ચે જઈને કામ કરે અને સેવાના કામમાં જોતરાયા એવા કાર્યક્રમો તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.

 


 અત્રે નોંધવું જરી છે કે સ્થાનિક સ્વરાયની ચૂંટણી અને કોરોના ની બીજી લહેર બાદ ભૂપેન્દ્ર યાદવ ના ત્રણ દિવસનો પ્રવાસ છે આ પ્રવાસ દરમિયાન તેવો તબક્કાવાર બેઠકોનો દોર કરીને કાર્યકરોમાં ચાલતી નારાજને દુર કરવાનો પ્રયત્ન કરશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS