છ મહાપાલિકાની 585માંથી 482 બેઠક ભાજપે કબજે કરી: કોંગ્રેસને મળી 55

  • February 24, 2021 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપને 27, બીએસપીને 3, અપક્ષને 1 બેઠક મળી

અમદાવાદ, ભાવનગર, જામનગર, વડોદરા, રાજકોટ અને સુરત મહાપાલિકાની સામાન્ય ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની પેટા ચૂંટણી તા.21ના રોજ યોજાયેલ છે જેની મતગણતરી તા.23ના રોજ યોજવામાં આવેલ હતી.


અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.9 નારણપુરાની પ્રથમ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ થયેલ છે.
સંબંધિત ચૂંટણી અધિકારીઓના અહેવાલ અનુસાર રાજ્યની 6 મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી હેઠળની 575 બેઠકો પૈકી 482 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, 55 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 27 બેઠકો પર આપ આદમીના તથા 3 બેકો પર બહજન સમાજ પાર્ટીના, 7 બેઠકો પર ઓલ ઈન્ડિયા મજલસ-એ-એતીહાદુલ મુસ્લિમીનના તથા 1 બેઠક પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલ છે.


જયારે જૂનાગઢ મહાનગરપાલિકાની 2 વોર્ડની 2 બેઠકોની પેટા ચૂંટણીમાં 1 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના તથા 1 બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે. મતણગરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. પરિણામની વધુ વિગતો રાજ્ય ચૂંટણી આયોગના ઈ-ડેશ બોર્ડ પર મુકવામાં આવેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS