રાજ્યસભાની બે બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

  • February 18, 2021 11:37 PM 1685 views

ગુજરાત રાજ્યના 2 સાંસદોના નિધનના પગલે ખાલી પડેલી બેઠકો માટે આજે ભાજપ્ના ઉમેદવાર રામભાઈ મોકરીયા અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ ફોર્મ ભરી અને ઉમેદવારી નોંધાવી હતી. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આજે સવારે નવ વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ભરવાની અવધિ નિર્ધિરિત કરવામાં આવી છે અને આવતીકાલે ફોર્મ ચકાસણી થશે ત્યાર બાદ 22 સુધીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય આપવામાં આવ્યો છે. અન્ય કોઈ ફોર્મ નહીં ભરાય તો આ બંને ઉમેદવારો સોમવારે બિન હરીફ જાહેર કરવામાં આવશે.


ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ અને ભાજપ્ના નેતા અભય ભારદ્વાજના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેને લઈને ભાજપે રાજ્યસભાના ઉમેદવારો જાહેર કયર્િ છે. ભાજપે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. ઉપરાંત જ્ઞાતિના સમીકરણ જોઈએ તો સવર્ણ અને બક્ષીપંચ બંને ને સાચવી લીધા છે.


મારૂતિ કુરિયરના રામભાઇ મોકરીયા હવે રાજ્યસભામાં જશે. પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. રામભાઇ મોકરીયા મારૂતિ કુરિયરના માલિક અને ભાજપ્ના જૂના કાર્યકતર્િ છે. 2019ની લોકસભા ચૂંટણી માટે તેઓ પોરબંદર બેઠક પર પ્રબળ દાવેદાર હતા પણ તેમની પસંદગી થઇ નહતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના મિત્રના પુત્ર દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ પ્રજાપતિ (દિનેશ અનાવાડિયા) બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના પૂર્વ ડિરેક્ટર રહી ચુક્યા છે.


અહેમદ પટેલની 25 નવેમ્બરે અને 1 ડિસેમ્બરે અભય ભારદ્વાજના નિધનને કારણે રાજ્યસભાની બન્ને બેઠક ખાલી થઇ હતી. અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠકનો કાર્યકાળ 18 ઓગસ્ટ, 2023 અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી થયેલી બેઠકનો કાર્યકાળ 21 જુલાઇ, 2026 સુધીનો હતો.


રાજ્યસભાના બંને ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમની સાથે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યોને પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


રાજ્યસભાની બન્ને બેઠકો પર ચૂંટણી કાર્યક્રમ
ફોર્મ ભરવાની અંતિમ તારીખ
18 ફેબ્રુઆરી
ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ
22 ફેબ્રુઆરી.
1 માર્ચ- સવારે 9 વાગ્યાથી
સાંજે 4 વાગ્યા સુધી યોજાશે મતદાન
1 માર્ચ-
સાંજે 5 વાગ્યા બાદ મતગણના
અન્ય કોઈ ફોર્મ આજે સાંજ સુધીમાં નહીં ભરાય તો આ બંને બેઠકો બિનહરીફ તા. 22 મી એ જાહેર કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application