સફળતાની ચાવી બતાવતી બાયોપિક ‘રિઝવાન’

  • February 26, 2020 07:12 PM 622 views

મૂળ ગુજરાતના છોકરા રિઝવાનને કેન્દ્રસ્થાને રાખીને આ ફિલ્મ બની છે. જેમાં એક સમયે જેની પાસે કશું ન હતું તેવા મુખ્ય પાત્ર રિઝવાનની ગુજરાતથી આફ્રિકા ધંધાકીય હેતુથી સ્થાયી થયા બાદ કઈ રીતે સ્વપન સાકાર કરે છે. તેમજ એક સફળ બિઝનેસમેન બની સાઉથ આફ્રિકાના ૧૧ દેશોમાં વેપારનો ફેલાવો કરે છે. તેમજ એક સામાન્ય માનવી માનવ ધર્મના આશયથી રીઝવાન આડતિયા ફાઉન્ડેશનનાંની રચના કરે છે. અને તેના દ્વારા એશિયા અને આફ્રિકાના ગરીબ લોકોને વિવિધ ૮૦ જેટલા માનવીય મૂલ્યો સાથે ના પ્રોજેક્ટ દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે. આમ શૂન્યમાંથી સર્જન કરનાર ના રિઝવાનના જીવનની સફળતાની ચાવી દર્શાવતી વાર્તા પર ફિલ્માંકન થયું છે. તેમજ જીવનમાં આવેલા ઉતાર-ચઢાવનો સામનો સકારાત્મકતાથી કઈ રીતે કરવો ? તેની તાદ્રશ રજૂઆત ફિલ્મમાં કરવામાં આવી છે. ’આજકાલ’ ની શુભેચ્છા મુલાકાત વખતે રિઝવાન આડતિયા સહિત ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.


એક સાચી કથા પર આધારિત ફિલ્મ છે કે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ફિલ્મ એક પ્રમાણિક સજ્જનના જીવનનો ગ્રાફ દર્શાવે છે અને તે ચોક્કસપણે દરેક વયજૂથના લોકોને પ્રેરણા આપશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ જાણીતા લેખક ડોક્ટર શરદ ઠાકરે લખી છે. જેમા મુખ્ય અભિનેતા તરીકે વિક્રમ મેહતા, કેયુરી શાહ સહિત રાજકોટના ભાર્ગવ ઠાકર, જલ્પા ભટ્ટ, ચિરાગ કથરેચા, ઉપરાંત ગૌરવ ચાસોરીયા, દિગીશા ગજ્જર, સોનુ મિશ્રા, સાગર મસરાણી હિતેશ રાવલ વગેરે ફિલ્મના મુખ્ય પાત્રોને ભજવ્યા છે. તા.૨૮ થી એકસાથે દેશભરના ૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહેલી આ ફિલ્મ માટે કલાકારોને ખૂબ જ આશા છે. તેમજ આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પરેશ વ્યાસ પણ આ વખતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનો મુખ્ય હેતુ લોકોને પ્રેરણા આપવાનો છે. લોકોને સફળતા તરફ લઈ જવા માટે જે અભિગમ જરૂરી છે તે ફિલ્મમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેમજ આ ફિલ્મમાંથી થનારી આવકનો ઉપયોગ રીઝવાન આડતીયા ફાઉન્ડેશનને દાન કરવામાં આવશે. જેનો ઉપયોગ દેશભરના ૯૦ ગામો દત્તક લેવા માટે કરવામાં આવશે. જેના દ્વારા ગામડાઓમાં પાયાની સાથે સુવિધાથી માંડીને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ખેડૂતોને પ્રશિક્ષણ વગેરે માટે કામગીરી કરવામાં આવશે.


રિઝવાનની જન્મભૂમિ પોરબંદરથી શરૂ કરીને કર્મભૂમિ મોઝમ્બિક અને કોંગો જેવા દેશો સુધી વિસ્તાર પામી છે. રિઝવાન ના જીવન પર બનેલી વાર્તા લોકોને જીવનમાં આવતા પડકારોનો સામનો કઈ સજ્જતા સાથે કરવો તે શીખવશે. ત્યારે વિશ્વની મુખ્ય ભૂમિકા ભજવનાર વિક્રમ મહેતા જણાવે છે કે આપણે હંમેશાં લોકો કહે છે કે નકારાત્મક નહીં વિચારવું જોઈએ હંમેશા સારું વિચારવું જોઈએ. પરંતુ જીવનમાં જ્યારે તમારી સાથે કોઈ ખરાબ કરે છે ત્યારે ગમે તેટલી સારી વ્યક્તિ પણ ’જેવા સાથે તેવા’ બનવાની ભાવના રાખતા હોય છે પરંતુ રીઝલ્ટ એક એવું પાત્ર છે કે જે તેઓ કરતો નથી પરંતુ તેનો ખરાબ કરનાર વ્યક્તિને પણ સારું કરીને ’નેકી કર ઓ દરિયા મે ડાલ’ની જેમ જીવનમાં આગળ નીકળી જાય છે. ત્યારે કદાચ આ ફિલ્મ સફળ ન થાય તો શું ? આ પ્રશ્નના જવાબમાં પણ વિક્રમ મહેતા જણાવે છે કે સફળ ન થાય તો પણ શીખવા ઘણુ મળ્યું છે જીવનમાં ગમે તે થાય પરંતુ તે કંઈક સારું કરીને જાય છે. દરેક સમસ્યાને સમસ્યા તરીકે નહીં પરંતુ પડકાર તરીકે લેવામાં આવે ત્યારે જીવનની મજા છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.


આ ફિલ્મમાં રીઝવાનના મોટાભાઈનું પાત્ર ભજવનાર ભાર્ગવ ઠાકર જણાવે છે કે આ ફિલ્મની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે રાજકોટના ૧૫થી ૧૭ કલાકારો એક સાથે આ ફિલ્મમાં ખુબ જ સારી ભૂમિકા કરી રહ્યા છે. હાઉસફૂલ ફિલ્મમાં મ્યુઝિક આપનાર મ્યુઝિક ડિરેક્ટર સોહીલ સેનનું છે છે તમને જાદુઈ વાતાવરણ તરફ લઈ જાય છે. તેમ જફિલ્મમાં ’શુકર હે વ્યાધિ નથી’નથી ગીત અવરોધોને કઈ રીતે દૂર કરવા તે સંદેશ આપે છે. જેને અનિલ ચાવડા અને ભાવેશ પટેલ શબ્દોથી સજાવ્યું છે. તેમજ અલતમશ ફરીદી જેવા કલાકારોએ ભાવનાત્મક રીતે ગીત રજુ કર્યું છે. આ ઉપરાંત એક ગીત પ્રસિદ્ધ ગાયક ઉદિત નારાયણના અવાજમાં પણ રજૂ કર્યું છે. આ ફિલ્મમાં થ્રિલ અને ડ્રામા છતાં તે સંપૂર્ણ જમીની હકીકત વર્ણવતી ફિલ્મ રજૂ કરવામાં આવી છે.


આ ફિલ્મમાં હિતેશ રાવલ કે જેવો કનકસિંહ બાપુ નો હાસ્ય દરબાર નામના કાર્યક્રમ થકી ટેલિવિઝન માં પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે તેઓ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેઓ જણાવે છે કે રાજકોટના કલાકારોએ આ ફિલ્મમાં ઘણું સારું કામ કર્યું છે. તમામને ફિલ્મની સફળતા અંગેની સંપૂર્ણ ખાતરી છે. રીઝવાના ભાભીનુ પાત્ર ભજવનાર જલ્પા ભટ્ટ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. દરેક કલાકારો ને આ ફિલ્મમાં કામ કરવાથી સૌથી મોટો ફાયદો એ થયો છે કે તેઓ વાસ્તવિક જીવનમાં પણ હકારાત્મક અભિગમ કેળવતા થઈ ગયા છે, એવું તેણે ઉમેર્યું હતું.આ ફિલ્મે યુવાવર્ગને માટે પ્રેરણાસ્રોત બની રહે તેમજ ફિલ્મ લોકોને પસંદ પડશે તેવો ફિલ્મ રિઝવાન ના તમામ કલાકારોને તેમ જ ખુદ રિઝવાન આડતિયાને વિશ્વાસ છે જે તેમણે આજકાલ ની મુલાકાત વખતે વ્યક્ત કર્યો હતો. ત્રણ અલગ-અલગ દેશો કોંગો, મોઝામ્બિક અને ભારત માં શૂટિંગ થયેલી આ ફિલ્મમાં લોકોને સફળતાના પાઠ જરૂર શીખવા મળશે તેમજ લોકો ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાય તેવી સમગ્ર ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application