વસીમ અકરમની બાયોપિક બનાવશે પાકિસ્તાન 

  • February 23, 2020 01:37 PM 25 views

બોલિવૂડમાં અત્યારે બાયોપિકનો તબક્કો ચાલી રહ્યો છે. અલગ અલગ સ્પોર્ટમાં અનેક ખેલાડીઓની બાયોપિક બની ચૂકી છે અને અત્યારે પણ અનેક ફિલ્મો ઉપર કામ ચાલી રહ્યું છે. હવે પાકિસ્તાનની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ભારતની નકલ કરવા લાગી છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટ ખેલાડી વસીમ અકરમ પર બાયોપિક બનવા જઈ રહી છે.

 

આ ફિલ્મનું નામ અકરમ: એક યુગ હશે. પાકિસ્તાનના ન્યુઝ પોર્ટલ્સના જણાવ્યા અનુસાર પૂર્વ ફશસ્ટ બોલર વસીમ અકરમની બાયોપિક પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું ફસ્ર્ટ ટીઝર સામે આવી ચૂકયું છે. ફિલ્મના ટીઝર પરથી ખબર પડે છે કે આ ફિલ્મ ક્રિકેટપ્રેમીઓ માટે જ બનાવવામાં આવી છે. એચબીએલ પીએસએલ–૨૦૨૦ના ઉદઘાટન સમારોહમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરબની લાઈફ પર આધારિત બાયોપિક અકરમ: એક યુગની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિકને અદીલ નિયાઝી ડાયરેકટ કરશે. ફિલ્મે ૫૦૨ પ્રોડકશન્સ અને પોમેલો ફિલ્મસ હેઠળ બનાવવામાં આવી રહી છે. વસીમ અકરમે પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર દરમિયાન ટેસ્ટમાં ૪૧૪ વિકેટ અને વન–ડે ક્રિકેટમાં ૫૦૨ વિકેટ મેળવી હતી. વસીમ અકરમ વન–ડે ક્રિકેટમાં ૫૦૦થી વધુ વિકેટ મેળવનારો પ્રથમ બોલર હતો.