બિલ અને મિલિન્ડા ગેટસ વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા લેશે

  • May 04, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિલ ગેટસે ૨૭ વર્ષના લજીવનનો અતં લાવવાની જાહેરાત કરતાં આખું વિશ્વ સ્તબ્ધ: ૧૨૫ અબજ ડોલરથી પણ વધુની સંપત્તિના માલિક ગણાતા બિલ ગેટસે ટવિટર પર લખ્યું, જીવનના હવે પછીના તબક્કામાં સાથે રહેવું મુશ્કેલ લાગી રહ્યું છે: બિલ અને મેલિન્ડા વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો હોવાની અમેરિકન મીડિયામાં અટકળો

 


દુનિયાના સૌથી ધનવાન વ્યકિતમાંના એક તેમજ માઈક્રોસોટના સહ–સ્થાપક બિલ ગેટસ અને તેમના પત્ની મેલિન્ડા ૨૭ વર્ષના લજીવન બાદ છૂટાછેડા લઈ રહ્યા છે. ખુદ બિલ ગેટસે આ અંગે પોતાના ટીટર હેન્ડલ પર જાહેરાત કરી છે. બિલ અને મેલિન્ડાને ત્રણ બાળકો પણ છે.આ સમાચારોથી વિશ્વભરમાં ચર્ચા જાગી છે.

 


ન્યૂયોર્ક ટાઈમ્સે ગેટસ દંપતીના નજીકના લોકોને ટાંકીને જણાવ્યું હતું કે, બિલ અને મેલિન્ડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યા હતા. તેમનું લજીવન અનેકવાર ભંગાણના આરે આવી પહોંચ્યું હતું. જોકે, દર વખતે તેમણે પરસ્પર સમજૂતી કરી તેને તૂટતાં બચાવી લીધું હતું. પરિવાર સાથે વધુ સમય વ્યતિત કરવા માટે બિલ ગેટસે માઈક્રોસોટ તેમજ બર્કશાયર હાથવેના બોર્ડમાંથી પણ રાજીનામું આપી દીધું હતું.

 


બિલ અને મેલિન્ડા દુનિયાભરમાં સૌથી મોટા દાનવીર તરીકે પણ જાણીતા છે. તેમના ટ્રસ્ટ બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશને અત્યારસુધી ૫૦ અબજથી પણ વધુ રકમ ચાઈલ્ડ એયુકેશનથી લઈને ગ્લોબલ હેલ્થ, મેલેરિયા તેમજ અન્ય રોગચાળાથી થતાં મોતનો આંકડો ઘટાડવા માટે દાનમાં આપી છે. કોરોના સામે લડવા પણ તેમના ફાઉન્ડેશને ૧ અબજથી વધુનું દાન કયુ હતું.

 


પોતાના નિર્ણયની જાહેરાત કરતાં ગેટસ દંપતીએ લખ્યું હતું કે, ઘણું વિચાર્યા તેમજ લાંબો સમય સાથે રહ્યા બાદ હવે અમે અમારા લજીવનનો અતં આણવાનું નક્કી કયુ છે. આગળ તેમણે એમ પણ જણાવ્યું છે કે, તેમણે એક એવું ફાઉન્ડેશન ઉભું કયુ છે કે જે દુનિયાના લોકોને આરોગ્યપ્રદ અને સાં જીવન જીવવા સક્ષમ બનાવી રહ્યું છે. તેઓ પોતાના આ અભિયાનને આગળ પણ ચાલુ રાખશે, પરંતુ હવે તેમને નથી લાગતું કે જીવનના હવે પછીના તબક્કામાં તેઓ એકબીજાની સાથે કપલ તરીકે રહી શકે. ડિવોર્સ બાદ પણ બિલ અને મેલિન્ડા ફાઉન્ડેશન સાથે જોડાયેલા રહેશે.

 


ડિવોર્સ બાદ ૬૫ વર્ષના બિલ ગેટસની ૧૨૪ અબજ ડોલર જેટલી જંગી મિલકતનું શું થશે તે હજુય સ્પષ્ટ્ર થઈ શકયું નથી. બિલ ગેટસ ભલે દુનિયાના સૌથી મોટા દાનવીર હોય, પરંતુ તેમની સંપત્તિમાંનો ઘણો મોટો ભાગ હજુય તેમના ફાઉન્ડેશનને દાનમાં નથી અપાયો. ૧૬૦૦ જેટલા કર્મચારી ધરાવતું બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશન વર્ષે પાંચ અબજ જેટલી રકમ ગ્લોબલ પબ્લિક હેલ્થ તેમજ ડેવલપમેન્ટ માટે દાન કરે છે.

 


માઈક્રોસોટના સહ–સ્થાપક હોવા ઉપરાંત, ગેટસ પરિવારની ગણના અમેરિકામાં સૌથી વધુ ખેતીલાયક જમીનની માલિકી ધરાવતા લોકોમાં પણ થાય છે. તેમણે હોટેલ્સ, કેનેડિયન નેશનલ રેલવે ઉપરાંત કાર ડિલરશીપ, વોશિંગ્ટનમાં ૬૬,૦૦૦ ચોરસ ફુટના મેન્સન સહિત ડઝનબધં મકાનો ઉપરાંત અન્ય ઘણાબધા ક્ષેત્રોમાં રોકાણ કરેલું છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં બિલ ગેટસે પોતાની કેટલીક બિઝનેસ એકિટવિટીમાંથી હાથ ખેંચી લીધા હતા. જેના ભાગપે તેઓ માઈક્રોસોટ તેમજ બર્કશાયર હાથવેના બોર્ડમાંથી ખસી ગયા હતા.

 


હજુ ૨૦૧૯માં જ દુનિયાના ટોચના ધનવાન વ્યકિતઓમાં સામેલ અને એમેઝોનના સ્થાપક જેફ બેસોઝે વર્ષેા બાદ પોતાની પત્ની મેકેન્ઝી સ્કોટ સાથે ડિવોર્સ લીધા હતા. બંને વચ્ચે થયેલી સમજૂતીના ભાગપે બેસોઝે પત્નીને ૩૬ અબજ ડોલર ચૂકવ્યા હતા. આ છૂટાછેડાની ગણતરી દુનિયાના અત્યારસુધીના સૌથી મોંઘા છૂટાછેડામાં થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application