BREAKING NEWS

ખંભાળિયા નજીક મોટરકારની ઠોકરે બાઈક ચાલક દંપતિ ઇજાગ્રસ્ત

  • June 15, 2026 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નજીક મોટરકારની ઠોકરે બાઈક ચાલક દંપતિ ઇજાગ્રસ્ત

ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા કાનાભાઈ ચાવડા નામના ૫૨ વર્ષના આધેડ શનિવારે તેમના ધર્મપત્ની હિમીબેનને સાથે લઈને તેમના જી.જે. ૩૭ એફ. ૨૪૫૨ નંબરના મોટરસાયકલ પર બેસીને દ્વારકા દર્શન કરવા નીકળ્યા હતા.

આ દંપતી ખંભાળિયાથી આશરે ૧૮ કિલોમીટર દૂર વડત્રા ગામના પાટીયા પાસે આવેલી એક હોટલ નજીક પહોંચતા આ માર્ગ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી જી.જે. ૦૧ ડબલ્યુ.બી. ૭૦૬૬ નંબરની એક એટિગા મોટરકારના ચાલકે કાનાભાઈના મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી. જેથી બાઇક સાથે દંપતિ ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં કાનાભાઈ ચાવડાને ખંભાળિયાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે હિમીબેન કાનાભાઈ ચાવડા (ઉ.વ. ૫૦, રહે. સામોર)ની ફરિયાદ પરથી મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application