આટકોટના બળધોઈ પાસે મોટર હડફેટે બાઈકસવાર યાર્ડના વેપારીનું મૃત્યુ

  • March 18, 2021 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણથી ૧૨ કિલોમીટર દૂર આવેલ બળધોઈ પાસે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર એક બાઈક સવારને પાછળથી એક કારે હડફેટે લેતા જસદણ માર્કેટ યાર્ડમાં ૩૬ નંબરની હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા વેપારીનું મૃત્યુ નિપજતા યાર્ડના વેપારીઓ અને દલાલ મંડળમાં શોકની કાલીમા છવાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ જસદણ માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા ભરતભાઈ મેરામભાઈ જાદવ (ઉ.વ.૫૦) પેઢી બંધ કરી પોતાના બળધોઈ ગામના રહેઠાણે બાઈકમાં પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતી એક કારે એમને હડફેટે લેતા ભરતભાઈનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ બાબતની યાર્ડમાં અને બળધોઈ ગામમાં વાયુવેગે જાણ થતા શોકની લાગી છવાઈ હતી. હસમુખો અને મળતાવડો સ્વભાવ ધરાવતા ભરતભાઈને જસદણ સરકારી દવાખાને લાવવામાં આવતા પ્રેમજીભાઈ રાજપરા બાબભાઈ બોરીચા શુકલદાદા સહિતના વેપારીઓ મદદે પહોંચી ગયા હતા.

આ અંગે મૃતકના ભાઈએ અજારયા કારચાલક સામે ફરિયાદ નોંધાવતા આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બે વ્યક્તિઓ જયેશ રાજાભાઇ મીઠાપરા અને અંકુર રાયધનભાઇ જાદવને પણ ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. ઘટનાસ્થળે સરધારની ૧૦૮ના સંજયભાઈ કલોતરા, અરવિંદભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘાયલ થયેલાને જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધારે તપાસ આટકોટ પોલીસ મુકેશભાઈ રસિકભાઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. રોડ પર ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. વધારે તપાસ ચલાવી રહી છે. મરણજનાર ભરતભાઈને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું હતું. બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS