નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ
જામનગર તા.03 ઓક્ટોબર, પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી ૮/૧૦/૨૦૨૪ સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન હાથ ધરાયેલ છે.
જેના ભાગરૂપે ગત તા.૨/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૦૮.૩૦ કલાકે ટાઉનહોલ, જામનગર ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતિ રીવાબા જાડેજા તેમજ શ્રી દિવ્યેશભાઈ અકબરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ મહાત્મા ગાંધીજીની પ્રતીમાને સુતરની આંટી અર્પણ કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ.ઉદ્ઘાટન સમારોહમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના દંડક શ્રી કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા શ્રી આશિષ જોષી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી.એન.મોદી,જામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા તેમજ કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીઓ દ્વારા નશાબંધી અને આબકારી ખાતાને વ્યસનમુક્તીના કાર્યક્રમ કરવા બદલ અને આ નશાબંધી સપ્તાહ સફળ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવવાની સાથે ગુજરાતના નવયુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ હતી.
કાર્યક્રમ અંતર્ગત નવાનગર ક્રિકેટ એકેડમીના યુવા ક્રિકેટરો દ્વારા ટાઉનહોલથી શરૂ કરી લીમડા લેન થઈ ટાઉનહોલ સુધી વ્યસનમુક્તિના સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરાયું હતું જ્યારે જાયન્ટસ ક્લબ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી જેનું લીલી ઝંડી બતાવી જાયન્ટસ ક્લબના પ્રમુખ શ્રી રમેશભાઈ ભટ્ટ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી સહદેવસિંહ વાળા દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતું.આ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને આબકારી નિયામકશ્રી એલ.એમ.ડિંડોરના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને આબકારી અધિક્ષક જામનગરશ્રી તેમજ સ્ટાફ દ્વારા હાથ ધરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech