બિહાર ચૂંટણી: ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવશે

  • October 28, 2020 02:04 AM 960 views

 

  • દર વખતે વોટ શેરમાં વધારો થયો, અભ્યાસ બાદ રિપોર્ટ જાહેર


બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જોરદાર જંગ જામ્યો છે અને રાષ્ટ્રીય નેતાઓ હવે પોતાનો પ્રવાસ કરીને પ્રચારની આંધી ચલાવવાના છે ત્યારે એક સર્વે મુજબ ભાજપ માટે સૌથી સારા સમાચાર મળ્યા છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે આ વખતે બિહારની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવશે.


એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે પાછલી ચાર જેટલી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના વોટ શેરમાં સતત વધારો થયો છે અને તેમાં પણ સૌથી મોટો વધારો ભાજપ માટે થયો છે અને તેની જીતની શક્યતાઓ અન્ય પાર્ટીઓ કરતા વધી ગઇ છે.


બિહારમાં ભાજપ એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે જેના વોટ શેર નો આંકડો બે અંકોમાં પહોંચી ગયો છે. 2002માં નવેમ્બર માસમાં બિહારથી ઝારખંડ અલગ થયું ત્યાર બાદ રાજ્યમાં ફેબ્રુઆરી અને ઓક્ટોબર 2005, 2010 અને 2015માં વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી.


બિહારમાં ચૂંટણીના મેદાનમાં રહેલી રાષ્ટ્રીય પાર્ટીઓના વોટ શહેરમાં સતત વધારો થતો રહ્યો છે અને 2005થી આ વધારો શરૂ થયો છે અને સૌથી મોટો વધારો ભાજપ માટે થયો છે. ભાજપ્ની સ્થિતિ પહેલા કરતાં પણ ઘણી મજબૂત બની ગઈ હોવાનું બહાર આવ્યું છે.


નરેન્દ્ર મોદીના નામ પર બિહારમાં ભાજપ્ને મત મળે છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ રહેશે તેવું પણ સર્વેમાં બહાર આવ્યું છે અને ભાજપ બિહારની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવશે અને ત્યારબાદ સરકાર બનાવવાનો અવસર પણ કદાચ તેને જ મળશે તેમ માનવામાં આવે છે. નીતીશ કુમારની પાર્ટીએ ભાજપ્ને ટેકો દેવો પડશે અને આ મુજબનો ગણિત આકાર લેશે તેમ માનવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application