બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરુ, પહેલા મતદાન, પછી જલપાન... વડાપ્રધાને કરી ટ્વીટ

  • October 28, 2020 02:04 AM 766 views

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન આજે સવારથી શરૂ થઈ ચુક્યું છે. સવારે 7 કલાકથી મતદાન શરૂ થયું હતું. અહીંના 16 જિલ્લાઓની કુલ 71 વિધાનસભા બેઠકો પર આજે મતદારો થશે. મતદાન માટે સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળતી હતી. પહેલા તબક્કા માટે કુલ 1066 ઉમેદવાર મેદાનમાં છે. 


આજે મતદાન શરુ થયા પર વડાપ્રધાન મોદીએ મતદારો માટે ટ્વીટ પણ કરી હતી. તેમણે મતદારો માટે લખ્યું હતું કે, બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે તમામ મતદાતાઓને અપીલ છે કે તેઓ કોવિડ સંબંધી સાવધાનીઓ રાખી અને લોકતંત્રના આ પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે. સામાજિક અંતરનું ધ્યાન રાખો અને માસ્ક પહેરો. આ સાથે જ તેમણે લખ્યું હતું કે પહેલા મતદાન, પછી જલપાન
 

બિહારમાં 3 તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 16 જિલ્લાની 71 વિધાનસભા બેઠકો પર મતદાન શરુ છે. જેમાં તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન તરફથી રાજદ 42, કોંગ્રેસ 21 અને સીપીઆઇ માલેના 8 ઉમેદવાર મેદાનમાં છે જ્યારે નીતીશકુમારની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન તરફથી જદયુના 35, ભાજપના 29, હિંદુસ્તાન અવામ મોરચાના 6 અને વીઆઇપીના એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application