બિહાર મેં કા બા? દેશમાં અચાનક આ શું થઈ ગયું?

  • October 28, 2020 02:04 AM 987 views

અફલાતુન એકટર મનોજ વાજપાઈને ડિરેકટર મિત્ર અનુભવ સિંહાની સાથે મળીને ગયા મહિને એક મસ્ત ભોજપુરી રેપ સોંગ મુંબઈ આવીને વસેલા બિહારીઓ ઉપર બનાવ્યું હતું. આ ગીત ખાસ્સું લોકપ્રિય થયું, ખાસ કરીને બિહારમાં. મુળ ગીતના શબ્દો છે, બમ્બઈ મેં કા બા? મુંબઈમાં આ શું છે ? શું થયું ? ગીત વાયરલ થયું એટલે એકાદ બિહારી ગાયિકાએ એમાં મુંબઈની જગ્યાએ બિહાર શબ્દ જોડીને બિહાર મેં કા બા? ગીત બનાવી નાખ્યું. એ ચાલ્યું એટલે વિપક્ષે નીતીશ–ભાજપની સરકારને ભીડવવા બિહાર મેં કા બાનું રાજકીય વર્જન તૈયાર કર્યુ. એની સામે ભાજપે બિહાર મેં ઈ બા. બિહારમાં શું થયું ? બિહારમાં આ થયું એમ કહીને બિહારમાં થયેલા વિકાસકાર્યેાને ગણાવી દીધા. અત્યારે બિહાર મેં કા બા ગીત બિહારનું ચૂંટણી એન્થેમ બની ગયું હોય એટલું પ્રચડં ચાલ્યું છે. પણ બિહારમાં ચૂંટણી છે એમાં આખા દેશમાં હલચલ થઈ રહી છે. બિહારની ચૂંટણી જીતવા માટે સુશાંતસિંહ કેસને ચગાવાયો.

બિહારની ચૂંટણીમાં લાભ માટે લવજેહાદનો મુદ્દો ઉઠાવાયો. એમાં બિચારી તનિષ્કની જાહેરાત હડફેટે ચડી ગઈ. તનિષ્કે એ જાહેરાત પાછી ખેંચવી પડી. આસામના શિક્ષણમંત્રી હેમંતા વિશ્ર્વકર્માએ લવજેહાદનો મુદ્દો ઉઠાવીને મદરેસાને અપાતી સરકારી મદદ પર સવાલ કર્યેા. કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીએ બિહારની ચૂંટણીસભામાં એવું કહ્યું કે બિહારમાં જેડીયુ–ભાજપની સરકાર નહીં રહે તો કાશ્મીરમાં જે આતંકીઓને ખતમ કરવામાં આવી રહ્યા છે તે બિહારમાં આવી જશે.બિહારમાં ચૂંટણી વિકાસના મુદ્દે લડાઈ રહી નથી, કોમ અને ભાવનાત્મક મુદ્દાઓને આગળ કરાઈ રહ્યા છે. લવજેહાદ બહુ જ ગંભીર મુદ્દો છે પણ, ચૂંટણી વખતે જ કેમ તેને હવા આપવામાં આવે છે? બાકીના સમયમાં કેમ તેને ભુલી જવામાં આવે છે? ખરેખર તો લવજેહાદ મામલે કાયદો બનવો જોઈએ, ખોટી માહિતી આપીને જો લ કરવામાં આવે તો તે લ આમ પણ ફોક ગણાય છે પણ કાયદો હજી વધુ સ્પષ્ટ્ર અને કડક હોવો જોઈએ.

લવજેહાદનો મુદ્દો ચૂંટણી વખતે ઉન્માદ જગાવવા પુરતો જ વપરાય તે હિતાવહ નથી. તનિષ્કની જાહેરાતમાં મુસ્લિમ પરિવારમાં હિન્દુ છોકરી વહુ તરીકે જાય તેમાં સિમંતની વિધિની વાત છે. ફિલ્મોમાં હિન્દુ–મુસ્લિમ વચ્ચેના તોફાનોનું ચિત્રણ થાય તે તો ખરેખર ઉશ્કેરણીજનક છે પણ એ થઈ શકે, લની વાત ન થઈ શકે. જેમણે વિરોધ કર્યેા છે તેઓ એવું કહે છે કે તનિષ્કની જાહેરાતમાં વહુ સંતાન આપવાની છે ત્યારે જ તેને સ્વીકારવામાં આવે છે. આવું જાહેરાત જોતાં લાગતું નથી. આવા મુદ્દા જનતાના માનસમાં ખાસ પ્રકારના પૂર્વગ્રહો પેદા કરવા માટે ઉઠાવવામાં આવતા હોય છે. તેની ભાવનાત્મક અસર મતદાન કરતી વખતે મતદારને જાણ પણ ન થાય તે રીતે કોને મત આપવો તેના નિર્ણય પર થતી હોય છે. મતદારનું અર્ધચેતન મન આવી અસરના પ્રભાવ હેઠળ તેને નિર્ણય લેવડાવતું હોય છે. અદ્રશ્ય ડર, આક્રોશ અને ઉત્તેજિત થયેલી લાગણીઓ માણસના નિર્ણય પર મહત્વની અસર કરતી હોય છે.

 

સોશિયલ મીડિયાનો ઉપયોગ જ રાજકીય પક્ષો આ માટે કરે છે. કેમ્બિ્રજ એનાલિટિકાનું નામ સાંભળ્યું છે? કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ૨૦૧૪ની ચૂંટણીમાં તેનો ઉપયોગ કર્યેા હતો. ભાજપ પણ મોટાપાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ડેટા એનાલિસિસ કંપનીઓ નાગરિકોને સોશિયલ મીડિયાના માધ્યમથી એવી માહિતી પહોંચાડે છે જે તેનું મન બદલવા સક્ષમ હોય. નાગરિકોને જાણ પણ ન થાય અને તેની વિચારધારા બદલાઈ જાય, તે વધુ દ્રઢ બને કે વધુ ઢીલી બને. આ મનને કાબૂમાં કરવાનો કારસો છે. ચૂંટણી સુધી આ બધું જોયા કરવાનું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application